ડરી ગયેલા પાકિસ્તાને ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે ઇચ્છા દર્શાવી

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ પૈતાના નવા ભારતીય વિદેશીમંત્રી એસ જયશંકરને શુક્રવારે પત્ર લખ્યો.

News18 Gujarati
Updated: June 7, 2019, 10:16 PM IST
ડરી ગયેલા પાકિસ્તાને ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે ઇચ્છા દર્શાવી
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ પૈતાના નવા ભારતીય વિદેશીમંત્રી એસ જયશંકરને શુક્રવારે પત્ર લખ્યો.
News18 Gujarati
Updated: June 7, 2019, 10:16 PM IST
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ પૈતાના નવા ભારતીય વિદેશીમંત્રી એસ જયશંકરને શુક્રવારે પત્ર લખી તમામ મહત્વપૂર્ણ મુદ્દે ભારત સાથે વાતચીતની ઇચ્છા દર્શાવવી, જેમાં જણાવ્યું કે શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો માટે પાકિસ્તાન પ્રતિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદથી પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. હાલમાં જ 13-14 જુને યોજાનારી સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની સંભાવનાને ભારતે નકારી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ગ્લવ્સ પહેરીને જ રમશે ધોની

કુરૈશીએ વિદેશ મંત્રીનો કાર્યભાર સંભાળવા પર જયશંકરને શુભકામના પાઠવતો પત્ર લખ્યો છે, પૂર્વ વિદેશ સચિવ જયશંકરે 30 મેએ વિદેશ મંત્રીના રૂપમાં પદભાર ગ્રહણ કર્યા, ડોન સમાચારપત્રએ રાજનીતિક સૂત્રોના હવાલેથી જણાવ્યું કે કુરૈશીએ પત્રમાં જયશંકરને કહ્યું કે ઇસ્લામાબાદ નવી દિલ્હી સાથે તમામ મહત્વપૂર્ણ મામલે વાતચીત કરવા ઇચ્છે છે અને આ વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. તો ત્યારબાદથી ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકી ગતિવિધિઓ પર જડબાતોડ જવાબ આપવાથી લઇને દુનિયા સમક્ષ પાકિસ્તાનના બે ચહેરાને દેખાડવામાં અનેક પગલાઓ લીધા જેમાં આતંકી મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસો સફળ પણ થયા.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...