પાકિસ્તાની વિદેશ મંત્રીએ PM મોદીને કહ્યાં આતંકવાદી, RSSને કહી આતંકવાદી પાર્ટી

VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 5:43 PM IST
પાકિસ્તાની વિદેશ મંત્રીએ PM મોદીને કહ્યાં આતંકવાદી, RSSને કહી આતંકવાદી પાર્ટી
પાકિસ્તાનનાં ન્યૂઝ ચેનલ જીયો ન્યુઝ સાથે વાત કરતાં તેણે પ્રધાનમંત્રી મોદીને આતંકવાદી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને આતંકવાદી પાર્ટી કહી દીધી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 5:43 PM IST
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં વિદેશ મંત્રીનાં નિવેદન બાદ પાકિસ્તાન સતત પ્રતિક્રિયા આપી રહ્યું છે આ વચ્ચે ત્યાંનાં વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી દીધી છે. પાકિસ્તાનનાં ન્યૂઝ ચેનલ જીયો ન્યુઝ સાથે વાત કરતાં તેણે પ્રધાનમંત્રી મોદીને આતંકવાદી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને આતંકવાદી પાર્ટી કહી દીધી છે.

જિયો ન્યૂઝનાં પત્રકાર હામિદ મીર સાથે વાત કરતાં ખ્વાજા આસિફે કહ્યું કે, સુષમા સ્વરાજે અમારા પર ટેરરિઝમ એક્સપોર્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. પણ એક ટેરરિસ્ટ તેમનો વજીર-એ-આઝમ છે. જેનાં હાથે ગુજરાતમાં મુસલમાનોનું કત્લેઆમ થયુ છે એક ટેરરિસ્ટ પાર્ટી તેને રૂલ કરે છે અને તે છે RSS. ભાજપ પક્ષ તે સંગઠનનો જ એક ભાગ છે.

આપને જણાવી દઇએ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 72મી વાર્ષિક બેઠકને સંબોધતા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું હતું કે, પાકિસ્તાને દુનિયાને આતંકવાદીઓ આપ્યા છે. જ્યારે ભારતે તેને ઉચ્ચ સ્તરનાં ડોક્ટર્સ અને એન્જિનિયર્સ આપ્યા છે. પોતાનાં ભાષણમાં સુષમા સ્વરાજે પાકિસ્તાનને દર્પણ દેખાડતા કહ્યું હતું કે, આજે દુનિયામાં ભારતની ઓળખ IT મહાશક્તિનાં રૂપમાં છે જ્યારે પાકિસ્તાન દુનિયામાં આતંકવાદીઓ આપનાર દેશ તરીકે જાણીતો છે. સુષમાએ પાકિસ્તાનને 'કહેર, મોત અને અમાનવીયતા દુનિયાને આપનાર' કહ્યું હતું.
તે બાદથી જ પાકિસ્તાન તરફથી સતત પ્રતિક્રિયા આપી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ અરુંધતિ રોયનાં એક નિવેદનનો હવાલો આપતા કહ્યું કે, ભારતની હવામાં હાલમાં જે વસ્તુ સૌથી વધુ છે તે છે શુદ્ધ આતંક, કશ્મીરમાં અને અન્ય સ્થાનો પર પણ. મલીહાએ ભારતીય ધર્મ નિરપેક્ષતાવાદીઓનાં એક વર્ગનાં નિવેદનોને પણ ટાંકતા કહ્યું હતું કે, જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારને ફાસીવાદી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધર્માન્ધ બનાવે છે.
First published: October 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर