ભારતીય સેનાના હુમલાથી પાક.માં ભૂકંપ; દિલ્હીમાં PM મોદીએ કેબિનેટ બોલાવી બેઠક

ભારતે બાલકોટ ખાતે આતંકી ઠેકાણા ધ્વંસ્ત કર્યાં.

ભારત તરફથી PoKમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ સંદર્ભે તાબડતોડ એક બેઠક બોલાવી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની સુરક્ષા કમિટિની એક બેઠક મળી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણમંત્રી અરુણ જેટલી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતના લોકો હાજર રહ્યા છે. વાયુસેનાના હુમલા અંગે કેન્દ્રના એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સેનાએ જોરદાર પરાક્રમ કરી બતાવ્યું છે. આ માટે ભારતીય સેનાને સલામ છે.

  વાયુસેનાના હુમલાથી પાકિસ્તાનમાં ભૂંકપ

  ભારત તરફથી PoKમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ સંદર્ભે તાબડતોડ એક બેઠક બોલાવી છે. બીજી તરફ પાકિસ્તાને સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ બોર્ડર પાર કરીને પીઓકેમાં ઘૂસી આવી હતી, પરંતુ કોઈ નુકસાન નથી થયું.

  આ પણ વાંચો : સર્જિકલ સ્ટ્રાઇક-2 : રાહુલ ગાંધીએ કહ્યુ- IAFના પાયલટ્સને સલામ

  ભારત તરફથી બોમ્બમારા બાદ ભારતીય વાયુસેનાને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. પાકિસ્તાન એરફોર્સ તરફથી લાઇન ઓફ કંટ્રોલ પર કોઈ વળતો હુમલો કરવામાં આવવાની શક્યતા ધ્યાનમાં રાખીને આ ઈન્ડિયન એરફોર્સને એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે.

  પાકિસ્તાને ઇમરજન્સી બેઠક બોલાવી

  રેડિયો પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ઇસ્લામાબાદ ખાતે એક આપતકાલીન બેઠક બોલાવી છે. આ બેઠકમાં સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દિલ્હી ખાતે કેબિનેટ બેઠક પણ બોલાવવામાં આવી છે.

  આ પણ વાંચો :  જાણો એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન વિશે, જેણે PoKમાં કરી સર્જિકલ સ્ટ્રાઇક

  નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતી વળતી કાર્યવાહી કરતા PoKમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા નષ્ટ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતની કાર્યવાહીમાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ એક હજાર કિલોના બોમ્બ વરસાવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: