Home /News /national-international /

પાક. દુનિયા સામે કરી રહ્યું છે આજીજી, બીજી બાજુ ભારત સાથે વાતચીતની ગુજારિશ

પાક. દુનિયા સામે કરી રહ્યું છે આજીજી, બીજી બાજુ ભારત સાથે વાતચીતની ગુજારિશ

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી (ફાઇલ ફોટો)

પાકિસ્તાને ભારતના નિર્ણયને પડકારવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જવાનો નિર્ણય લીધો

    પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ગુરુવારે કહ્યું કે ભારત જો કાશ્મીર પર પોતાના પગલા પર પુનર્વિચાર માટે રાજી થઈ જાય છે તો ઈસ્લામાબાદ તેની વિરુદ્ધ રાજકીય સંબંધોને ઓછા કરવા સહિત પોતાના નિર્ણયોની સમીક્ષા કરવા તૈયાર છે.

    કુરૈશીની આ ટિપ્પણી જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન દ્વારા ભારતીય ઉચ્ચાયુક્તને પરત મોકલ્યાના એક દિવસ બાદ આવી. પાકિસ્તાને એમ પણ જાહેરાત કરી કે તેઓ ભારતની સાથે પોતાના દ્વિપક્ષીય પ્રબંધોની સમીક્ષા કરશે. ભારતે પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફરીથી વિચારવા માટે કહ્યું છે.

    ભારતીય વિદેશ મંત્રાલયે વ્યક્ત કર્યો રોષ, કહ્યુ- કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો

    કુરૈશીએ કહ્યું કે, શું તેઓ (ભારત) પોતાના નિર્ણયોની સમીક્ષા માટે તૈયાર છે? જો તેઓ કરો તો અમે પણ અમારા નિર્ણયોની સમીક્ષા કરી શકીએ છીએ. સમીક્ષા બંને તરફથી થશે. શિમલા કરાર આવું જ કહે છે.

    આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરના લોકોની સાથે મળી નવા ભારતનું નિર્માણ કરીશુ: PM મોદી

    નવી દિલ્હીમાં ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા બુધવારે જાહેર કરેલા પગલાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે જમ્મુ-કાશ્મીર પર ભારતનો નિર્ણય એક આંતરિક મામલો છે.

    ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓ સોમવારે ખતમ કરી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા.

    કુરૈશીએ કહ્યું - પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મામલો ઉઠાવવાનો નિર્ણય લીધો

    કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતના નિર્ણયને પડકારવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જવાનો નિર્ણય લીધો છે.

    તેઓએ કહ્યું કે, પાકિસ્તાન સૈન્‍ય વિકલ્પ પર વિચાર નથી કરી રહ્યું. તેના સ્થાને અમે હાલની સ્થિતિમાંથી બહાર આવવા રાજકીય, ડિપ્લોમેટિક અને કાયદાકિય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ.

    આ પણ વાંચો, રોજગારી અને શિક્ષા : PM મોદીના ભાષણની પાંચ ખાસ વાતો

    ડિપ્લોમેટિક કમીઓની સંખ્યામાં ઘટાડો અને તેમની ગતિવિધિઓને સીમિત કરવાના વિચાર વિશે પૂછવામાં આવતા તેઓએ હકારમાં જવાબ આપ્યો. જોકે તેઓએ એ સ્પષ્ટ ન કર્યુ કે તેઓ આને કેવી રીતે કરશે. તેઓએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન શિમલા કરારની કાયદાકિય સમીક્ષા કરશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Article 35A, Article 370, Imran Khan, Jammu and kashmir, કાશ્મીર, પાકિસ્તાન, પીએમ મોદી

    આગામી સમાચાર