રાવલપિંડીમાં સેનાના હેડક્વાર્ટર નજીક હથિયારથી લૈસ 12 લોકોએ પોલ્ટ્રી ફોર્મમાં લૂંટફાટ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, હથિયાર બંધ લોકોએ 5000 મરઘીઓ લૂટી લીધી હતી. જેની કિંમત 30 લાખ રૂપિયા સુધી હોવાનું કહેવાયું છે.
રાવલપિંડી: પાકિસ્તાનનું આર્થિક સંકટ ધીમે ધીમે વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યું છે. પાકિસ્તાનની સ્થિતી એટલી નાજૂક થઈ ગઈ છે કે, વિદેશી મુદ્રા ભંડાર 4.34 અબડ ડોલરથી પણ ઓછુ થઈ ગયું છે અને આયાત માટે હવે થોડા દિવસ ચાલે એટલા જ રૂપિયા બચ્યા છે. હાલત એવી થઈ છે કે, લોકો લૂંટફાટ પર ઉતરી આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુરુવારે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર પાસે 30 લાખ રૂપિયાની 5000 મરઘીઓ ઉપાડી ગયા હતા. આ ઘટના હાલ ખૂબ ચર્ચામાં છે.
રાવલપિંડીમાં સેનાના હેડક્વાર્ટર નજીક હથિયારથી લૈસ 12 લોકોએ પોલ્ટ્રી ફોર્મમાં લૂંટફાટ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, હથિયાર બંધ લોકોએ 5000 મરઘીઓ લૂટી લીધી હતી. જેની કિંમત 30 લાખ રૂપિયા સુધી હોવાનું કહેવાયું છે. ફાર્મના માલિક વિકાસ અહમદે પોલીસ ફરિયાદ કરી છે અને આ એફઆઈઆરમાં 10થી 12 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિકાસ અહમદનું કહેવું છે કે, અમુક લોકો પાસ હથિયાર હતા અને તેમણે ગુરુવારે પોલ્ટ્રી ફાર્મ પર હુમલો કર્યો હતો. પોલ્ટ્રી ફાર્મના માલિક અનુસાર, હથિયાર બંધ લુંટારાઓએ ત્રણ કર્મીઓને બંધક બનાવ્યા અને બાદમાં લૂંટફાટ કરી હતી. લુંટારાઓ પાસે ત્રણ મિની ટ્રક અને બે મોટરસાયકલ હતા. લુંટારાઓએ મરઘીને ટ્રકમાં ભરીને ભાગી ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર