વિંગ કમાન્ડરની મુક્તિ પહેલા પાક. વિદેશ મંત્રીએ તેમના પરિવારને મોકલ્યો સંદેશ!

ન્યૂઝ18 ક્રિએટિવ

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ અભિનંદનના પરિવારનો સંપર્ક કર્યો હતો.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરથી ભારત પરત આવી રહ્યા છે. પાકિસ્તાન સામે કાર્યવાહી દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અમે તેઓ પેરાશૂટથી પાકિસ્તાનમાં ઉતર્યા હતા. જે બાદમાં પાકિસ્તાન આર્મીએ તેમને પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ અભિનંદનના પરિવારનો સંપર્ક કર્યો હતો.

    એવા સમાચાર છે કે કુરૈશીએ અભિનંદન વર્ધમાનના માતાપિતાનો સંપર્ક કરીને તેમના પુત્રની સલમાતીનો સંદેશ પાઠવ્યો હતો. પાકિસ્તાનની સમા ટીવી સાથે વાતચીત કરતા શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યુ કે "મેં વિંગ કમાન્ડર અભિનંદનના પરિવારને સંદેશ મોકલીને કહ્યું છે કે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમનો પુત્ર સંપૂર્ણ સલામત છે. તેમને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. અભિનંદન એકદમ સ્વસ્થ છે અને તેની કાળજી રાખવામાં આવી રહી છે."

    આ પણ વાંચો :  જૈશનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે : પાકિસ્તાનના વિદેશ મંત્રીનો સ્વીકાર

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાતે ગુરુવારે પાકિસ્તાનની સંસદના બંને ગૃહને સંબોધન કરતા જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન ભારતના પાયલટ અભિનંદનને શુક્રવારે મુક્ત કરશે. આ દરમિયાન અભિનંદનના માતાપિતા પણ તેને આવકારવા માટે વાઘા બોર્ડર પહોંચી ગયા છે.

    વાઘા બોર્ડર ખાતે શુક્રવારે વહેલી સવારથી જ ભારતીય પ્રશંસકો અભિનંદનને આવકારવા માટે તિરંગા લઈને પહોંચી ગયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીએસએફ એલર્ટ પર છે. પંજાબ પોલીસે સવારથી જ વાઘા બોર્ડર ખાતે પહેરો વધારી દીધો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: