J&K: પાકિસ્તાને પુંછ સેક્ટરમાં કર્યું ફાયરિંગ, એક જવાન શહીદ, બે ઘાયલ

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ભારતીય સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે દર રોજ ક્યાંક ને ક્યાંક હિંસક અથડામણ થતી રહે છે. જમ્મુ કાશ્મીરમાં આ મહિનામાં 15 એનકાઉન્ટરમાં અત્યાર સુધીમાં 46 આતંકીઓ મારા ગયા. ગુરુવારે બારામૂલાના સોપોર વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા. આતંકીઓ મારવાની સાથે તેમને મદદ કરતા લોકોને પકડવાનું કામ પણ ચાલુ છે. બડગામના નરબલ વિસ્તારમાં બુધવારે લશ્કર એ તૈયાબાના 5 મદદગારોને પણ પકડવામાં આવ્યા હતા.

પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે

  • Share this:
    શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પુંછ (Poonch) સેક્ટરમાં પાકિસ્તાન (Pakistan) તરફથી સવારથી જ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક જવાન શહીદ ઈ ગયો છે જ્યારે બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

    મળતી જાણકારી મુજબ, પાકિસ્તાન તરફથી સવારથી જ પુંછ જિલ્લાના કિરની સેક્ટરના શાહપુરની પાસે નિયંત્રણ રેખા પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી ચાલુ ફાયરિંગની ઝપટમાં આવવાથી એક જવાન શહીદ થઈ ગયો છે, જયારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન તરફથી ભારતીય ઠેકાણાઓ પર મોર્ટારથી પણ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની દરેક ગોળીનો જવાબ આપી રહી છે.


    આ પણ વાંચો, કોરોનાએ ફરી રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 11,929 નવા કેસ, 311 દર્દીનાં મોત

    આ અગાઉ પણ રાજૌરીના મંજાકોટ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં જવાન શહીદ થયો હતો. આ ઉપરાંત એક સ્થાનિક નાગરિક પણ પાક. ફાયરિંગમાં ઘાયલ થયો છે. નોંધનીય છે કે, નિયંત્રણ રેખા (LoC) પર છેલ્લા થોડાક સમયથી પાકિસ્તાની સેના (Pakistani Army) તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

    આ પણ વાંચો, ઘરે જ કોરોનાને આપી શકો છો મ્હાત, એક્સપર્ટ ડૉક્ટરે આપ્યો દરેક સવાલનો જવાબ
    Published by:Mrunal Bhojak
    First published: