પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કર્યુ ફાયરિંગ, જવાન શહીદ

News18 Gujarati
Updated: August 17, 2019, 2:12 PM IST
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કર્યુ ફાયરિંગ, જવાન શહીદ
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાથી ઉશ્કેરાયેલા પાકિસ્તાનનો સાથ ચીનને બાદ કરતાં કોઈ પણ દેશ આપવા તૈયાર નથી. આ જ હતાશામાં પાકિસ્તાની સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના નૌસેરા સેક્ટરમાં યુદ્ધવિરામ ઉલ્લંઘન કરતાં ફાયરિંગ શરૂ કરી દીધું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગનો ભારતીય સુરક્ષા દળ વળતો જવાબ આપી રહ્યા છે.

મળતી જાણકારી મુજબ, પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના નૌસેરા સેક્ટરને નિશાન બનાવતાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય જવાન સંદીપ થાપા શહીદ થયા છે. ભારતીય સુરક્ષા દળો પણ પાકિસ્તાનના દરેક ફાયરિંગનો જવાબ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બોર્ડર પર ફાયરિંગના અહેવાલ નહોતા આવતા. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી જ ભારતની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે.

આ પણ વાંચો, કાશ્મીર ઘાટીમાં ફરી રણકી ફોનની ઘંટડીઓ, જમ્મુમાં 2G ઇન્ટરનેટ પણ શરૂઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાને લઈને બંધ બારણે ચર્ચા થઈ. આ બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને પત્રકારોના જવાબ આપતાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવો ભારતનો આંતરિક મામલો છે અને જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે માત્ર ભારત જ નક્કી કરી શકે છે કે તેઓ આંતરિક મુદ્દાઓનો કેવી રીતે ઉકેલ શોધે.

આ પણ વાંચો, હાડપિંજર જેવી થઈ છે હાથણી, તેમ છતાંય માલિક દયા ન ખાતાં કરાવી રહ્યો છે કામ
First published: August 17, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading