Home /News /national-international /ઇમરાન ખાન સામે હત્યા અને આતંકવાદના ગુનામાં FIR નોંધાઈ, સત્તા ગયા બાદ 80મો કેસ

ઇમરાન ખાન સામે હત્યા અને આતંકવાદના ગુનામાં FIR નોંધાઈ, સત્તા ગયા બાદ 80મો કેસ

ઇમરાન ખાન - ફાઇલ તસવીર

Murder case on Imran Khan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના પ્રમુખ ઇમરાન ખાન અને તેમની પાર્ટીના અન્ય 400 કાર્યકર્તાઓ સામે લાહોર પોલીસે હત્યા અને આતંકવાદના આરોપમાં FIR નોંધી છે. ગઠબંધનની સરકાર આવતા જ ઇમરાન પર અહીં 80મી FIR નોંધાઈ છે.

વધુ જુઓ ...
ઇસ્લામાબાદઃ લાહોર પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાન અને તેમની પાર્ટીના 400 અન્ય કાર્યકર્તાઓ સામે હત્યા અને આતંકવાદના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાર્ટીની રેલી દરમિયાન પોલીસ સાથે કાર્યકર્તાઓના ઘર્ષણમાં એક વ્યક્તિનું મોત અને કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હોવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ નીત ગઠબંધનની સરકારે 11 મહિનાના કાર્યકાળમાં પૂર્વ વડાપ્રધાન ખાન સામે 80મી ગુનો નોંધ્યો છે. ખાનના ઘર બહાર પીટીઆઈ કાર્યકર્તાઓ પર પોલીસની કથિત કાર્યવાહીમાં એક કાર્યકર્તાની મોત થઈ હતી. ખાન સમર્થકોને તેમના ઘરથી અદાલતના સમર્થનમાં રેલી કાઢવાની હતી.

આ પણ વાંચોઃ સમુદ્રમાં ચીનની દાદાગીરી નહીં ચાલે, ભારત-ઓસ્ટ્રેલિયાએ INS વિક્રાંતથી સંદેશ આપ્યો

પોલીસે પીટીઆઈના 100થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં 11 પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત થયા છે. તેમાં કહેવાયું છે કે, પીટીઆઈના છ કાર્યકર્તાઓ પણ જખમી થયા છે.

પીટીઆઈના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ ગુરુવારે જણાવ્યુ હતુ કે, મૃતક પાર્ટી કાર્યકરના પરિવારની ફરિયાદ પર પોલીસ કર્મચારીઓ અને તેમના હેન્ડલર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી નથી, પરંતુ પોલીસે તેમની હત્યા માટે 70 વર્ષીય ખાન અને અન્ય 400 વિરુદ્ધ હત્યા મામલે આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે.’ એફઆઈઆરમાં ફવાદ ચૌધરી, ફારૂક હબીબ, હમ્માદ અઝહર અને મહમુદુર રશીદ સહિત અન્ય પીટીઆઈ નેતાઓના નામ છે.


એક કાર્યકરનું કસ્ટડીમાં મોત


ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકીય નેતા ખાને સોશિયલ મીડિયા પર પીટીઆઈના કાર્યકરોની હેરાનગતિ અંગેની માહિતી શેર કરતા કહ્યુ છે કે, ‘ભ્રષ્ટ અને ખૂની બદમાશોની ટોળકીએ દેશમાં તબાહી મચાવી છે. તેઓએ આપણા બંધારણ, મૂળભૂત અધિકારો અને કાયદાના શાસનનું ઉલ્લંઘન કર્યું છે. મહિલાઓ સહિત નિર્દોષ, નિઃશસ્ત્ર પીટીઆઈ કાર્યકરો પોલીસ હિંસા અને નિર્દયતાનું નિશાન બન્યા છે અને એક કાર્યકરનું કસ્ટડીમાં મૃત્યુ થયું છે.’

પીટીઆઈએ જાહેરાત કરી હતી કે, તે પંજાબના રખેવાળ મુખ્ય પ્રધાન મોહસિન નકવી, ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહ, પંજાબના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ઉસ્માન અનવર અને લાહોરના પોલીસ વડા બિલાલ સિદ્દીક કામ્યાના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરશે. આ દરમિયાન પંજાબના આઈજીપીએ જમાન પાર્કની બહાર પીટીઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચેની અથડામણની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે. ખાને કહ્યું કે, સરકાર પંજાબમાં ચૂંટણી મુલતવી રાખવાનું બહાનું ઇચ્છતી હતી અને આ માટે તેને મૃતદેહોની જરૂર હતી.
First published:

Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news, Pakistan PM imran khan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો