ભારતના પ્રહાર કરવાના ડરથી ગભરાયું પાકિસ્તાન! સરહદ પર F-16 અને મિરાજે ઉડાન ભરી

ભારતના પ્રહાર કરવાના ડરથી ગભરાયું પાકિસ્તાન! સરહદ પર F-16 અને મિરાજે ઉડાન ભરી

પાકિસ્તાનને ડરે છે કે ભારત આતંકવાદીઓની આ હરકત સામે મોટી કાર્યવાહી કરી શકે છે

 • Share this:
  ઇસ્લામાબાદ/નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર સ્થિત હંદવાડા (Handwara)માં થોડા દિવસો પહેલા આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના કર્નલ સહિત ચાર જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતીય સેનાએ હિઝબુલના કમાન્ડર રિયાઝ નાયકુને ઠાર કર્યો હતો અને પોતાનો બદલો લીધો હતો. આ સાથે જ પાકિસ્તાનમાં ડર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને ડરે છે કે ભારત આતંકવાદીઓની આ હરકત સામે મોટી કાર્યવાહી કરી શકે છે. આથી પાકિસ્તાને સરહદ પર પાકિસ્તાની વિસ્તારમાં હવાઇ પેટ્રોલિંગ વધારી દીધી છે.

  સમાચાર એજન્સી ANIના એક રિપોર્ટ પ્રમાણે શીર્ષ સરકારી સૂત્રોએ કહ્યું છે કે આ ઘટના સમયે પાકિસ્તાન પહેલા જ એક હવાઇ અભ્યાસ કરી કરી રહ્યું હતું. જેના વિશે ભારતને પણ જાણકારી હતી. તેમણે કહ્યું કે કર્નલ શહીદ થયા પછી પાકિસ્તાનની વાયુ સેનાએ પોતાના પેટ્રોલિંગ વિમાનોમાં એફ-16 અને જેએફ 17 સહિત લડાકુ વિમાનને સામેલ કર્યા છે, જેની ઉપર આપણી સર્વિલાંસ ટીમની નજર છે.

  આ પણ વાંચો - લૉકડાઉનમાં નોકરી જશે તે ટેન્શન ભૂલી જાવ! ઘરે રહીને શરુ કરો દૂધનો વેપાર, જાણો આ વિશે બધું

  આ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને બુધવારે દાવો કર્યો હતો કે ભારત વર્તમાન તણાવનો ઉપયોગ કરી ઘૂસણખોરીના બહાને તેમના દેશ સામે છદ્મ અભિયાન છેડી શકે છે. ઇમરાને ટ્વિટર ઉપર આ ટિપ્પણી કરી હતી. આ પહેલા ભારતે કહ્યું હતું કે કાશ્મીરમાં અશાંતિ પાછળ પાકિસ્તાનનો હાથ છે. જેના મુદ્દે બંને દેશો વચ્ચે જુબાની જંગ તેજ થઈ ગઈ છે.

  સૂત્રોએ કહ્યું છે કે પાકિસ્તાની સરહદ પર હવાઇ પેટ્રોલિંગ વધાર્યા પછી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના ઇશારે કાશ્મીર ઘાટીમાં વધી રહેલી હિંસાના સ્તર પર ભારતીય પક્ષથી કોઈપણ સંભવિત જવાબી કાર્યવાહીથી તે સાવધાન થવાના પ્રયત્નમાં લાગેલા છે. ઉરી અને પુલવામાં પછી ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: