પાકિસ્તાન : તબલીગી જમાતના પ્રસિદ્ધ મૌલાનાનું કોરોનાથી મોત, સિંધ પ્રાંતમાં જમાતના 429 સંક્રમિત કેસ મળ્યાં

પાકિસ્તાનમાં તબલીગી જમાતના ફૈસલાબાદના પ્રમુખનું પણ કોરોના વાયરસનું સંક્રમણથી મોત થયું છે, ઇસ્લામાબાદમાં તબલીગી સાથે જોડાયેલા નવા સંક્રમિત કેસ સામે આવ્યા.

પાકિસ્તાનમાં તબલીગી જમાતના ફૈસલાબાદના પ્રમુખનું પણ કોરોના વાયરસનું સંક્રમણથી મોત થયું છે, ઇસ્લામાબાદમાં તબલીગી સાથે જોડાયેલા નવા સંક્રમિત કેસ સામે આવ્યા.

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan)માં તબલીગી જમાત (Tablighi Jamaat)ના પ્રસિદ્ધ મૌલાના અને ફૈસલાબાદ (Faisalabad)માં તબલીગી જમાતના પ્રમુખ 69 વર્ષીય સુહેલ રૂમીનું કોરોના વાયરસના સંક્રમણ બાદ ગુરુવારે મોત થઈ ગયું છે. ફૈસલાબાદના ડેપ્યૂટી કમિશનર મોહમ્મદ અલીએ કહ્યું કે, 'મૌલાના ગત મહિને લાહોરના રાયવિંડમાં તબલીગી જમાતના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમના પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.'

  સિંધ પ્રાંતમાં તબલીગી જમાત સાથે જોડાયેલા 429 કેસ સામે આવ્યા

  પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાયવિંડ શહેરમાં તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશભરમાં તેના સભ્યો કોરોનાથી સંક્રમિત હોવાના કેસ સામે આવી રહ્યા છે. હવે સિંધ પ્રાંતમાં તબલીગી જમાત સંગઠનના 429 સભ્યો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. આ તમામ લોકો માર્ચમાં રાયવિંડમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજધાની ઇસ્લામાબાદમાં તબલીગી જમાત સાથે જોડાયેલા કુલ 9 કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

  આ પણ વાંચો : ઇન્ડિયન નેવી પર કોરોના વાયરસનો મોટો 'હુમલો', એક સાથે 20 જવાન સંક્રમિત

  સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે શુક્રવારે જણાવ્યું કે પંજાબ પ્રાતના રાયવિંડમાં તબલીગી જમાતના વાર્ષિક કાર્યક્રમમાં ભાગ લેનારા 429 સભ્યોને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે. કોરોનાો ફેલાવો રોકવા માટે તમામ સંક્રમિતોનો આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મુરાદ અલીએ જણાવ્યું કે આ ઉપરાંત તબલીગી સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. માર્ચમાં રાયવિંડમાં થયેલા આ કાર્યક્રમમાં 80 હજાર લોકો સામેલ થયા હતા. પાકિસ્તાનના દરેક પ્રાંતમાંથી આ લોકોને શોધવામાં આવી રહ્યા છે.

  એકલા પંજાબમાં તલબીગીના 1100 સંક્રમિત કેસ  પંજાબના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રાંતમાં તબલીગી જમાતના 1100થી વધારે સભ્યો કોરોના સંક્રમિત છે. લાહોર મુખ્યાલયમાં ગત મહિને તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોને શોધીને તેમને આઇસોલેશન કેન્દ્રમાં રાખવામાં આવી રહ્યા છે. સરકારના જણાવ્યા પ્રમાણે માર્ચમાં લાહોરના રાયવિંડમાં કોરોનાનું સંક્રમણ હોવાના ખતરા અંગે જણાવવામાં આવ્યા બાદ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  પાકિસ્તાનના અધિકારીઓએ પાંચ દિવસના કાર્યક્રમને રદ કરવાની અપીલ કરી હતી, જેમાં અનેક દેશોના હજારો લોકોએ ભાગ લીધો હતો. પાકિસ્તાન ઉપરાંત ભારત, મલેશિયા, બ્રૂનેઇમાં પણ જમાતના અનેક લોકો કોરોનાનો વાયરસના સંભવિત સ્ત્રોત બનીને ઉભરી આવ્યા છે. આ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે પંજાબની જેલમાં કોરોના વાયરસના સંક્રમિત કેદીઓની સંખ્યા વધીને 100 થઈ છે. અધિકારિક આંકડા પ્રમાણે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 7,260 અને માર્યા ગયેલા લોકોની સંખ્યા 137 છે.
  Published by:Vinod Zankhaliya
  First published: