નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)અને પંજાબના (Punjab)સરહદી વિસ્તારોમાંથી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાને (Pakistan)2020માં નવો રસ્તા શોધ્યો છે. બીએસએફના મતે આ વર્ષે એટલે કે 2020માં પાકિસ્તાન તરફથી ગુજરાત અને રાજસ્થાનની સરહદોથી આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
બીએસએફના ડેટા પ્રમાણે બીજા વર્ષોના મુકાબલે 2020માં રાજસ્થાન અને ગુજરાતની સરહદથી ઘૂસણખોરીના વધારે કેસ નોંધવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે બીએસએફના કાશ્મીર ફ્રંટિયરે ગત વર્ષની સરખામણીમાં ફક્ત એક ઘૂસણખોરી નોંધી છે. જ્યાં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી 4 ઘૂસણખોરી થઈ હતી.
આ વર્ષે બીએસએફના રાજસ્થાન અને ગુજરાત ફ્રંટિયરે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઘૂસણખોરીની વધારે ઘટના નોંધી છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાન આતંકવાદીઓને મોકલવા માટે અન્ય રીત શોધી રહી છે. પાકિસ્તાન સરહદથી ઘૂસણખોરીનો પ્રયત્ન ના કરે તે માટે ચોવીસ કલાક બીએસએફની ગુપ્ત સુચના અને સુરક્ષાબળ એલર્ટ પર રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર