Home /News /national-international /

ઇમરાન ખાનનું આંતરરાષ્ટ્રીય અપમાન, પાક એમ્બસીએ કહ્યું-ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો

ઇમરાન ખાનનું આંતરરાષ્ટ્રીય અપમાન, પાક એમ્બસીએ કહ્યું-ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન (AP)

PM Imran Khan trolled: આખી દુનિયા સામે પાકિસ્તાનની બદનામી ત્યારે થઈ, જ્યારે સર્બિયા (Pakistan Embassy Serbia)માં પાકિસ્તાનની એમ્બસીના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને મોંઘવારી અને ત્રણ મહિનાથી વેતન ન મળવાની ફરિયાદ કરવામાં આવી.

વધુ જુઓ ...
  ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)માં મોંઘવારી આસમાને પહોંચી છે. દેશ ભારેભરખમ વિદેશી દેવામાં ડૂબેલો છે. નવી લોન લેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પોતાના દેશના સાર્વભૌમત્વ સાથે પણ સમાધાન કર્યું છે. આ વચ્ચે સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓએ ઈમરાન ખાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું છે.

  આખી દુનિયા સામે પાકિસ્તાનની બદનામી ત્યારે થઈ, જ્યારે સર્બિયા (Pakistan Embassy Serbia)માં પાકિસ્તાનની એમ્બસીના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને મોંઘવારી અને ત્રણ મહિનાથી વેતન ન મળવાની ફરિયાદ કરવામાં આવી. આ ટ્વિટમાં વડાપ્રધાન ઇમરાન ખાન (Pakistan PM Imran Khan trolled)ને પણ ટેગ કરવામાં આવ્યા છે. આ ટ્વિટ નીચે વધુ એક ટ્વિટ કરવામાં આવી જેમાં લખ્યું છે કે આ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો.

  ન્યૂઝ એજન્સી ANIએ સર્બિયા સ્થિત પાકિસ્તાની દૂતાવાસનું એ ટ્વીટ શેર કર્યું છે, જેમાં અધિકારીઓએ ઈમરાન ખાનને એક સવાલ પૂછ્યો છે. આ ટ્વિટમાં દૂતાવાસમાં તૈનાત અધિકારીઓએ ઈમરાનને પૂછ્યું છે કે, 'પાકિસ્તાનમાં મોંઘવારી તેના અત્યાર સુધીના તમામ રેકોર્ડ પાછળ છોડી રહી છે. વડાપ્રધાન ઈમરાન ખાન તમે ક્યાર સુધી અપેક્ષા રાખશો કે અમે સરકારી અધિકારીઓ મૌન રહેશું. અમને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી, તેમ છતાં અમે કામ કરી રહ્યા છીએ. શાળાની ફી ન ભરવાના કારણે અમારા બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.’  પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષની ટોચે

  પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી સામાન્ય જનતા ઘણી પરેશાન છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. 'ધ ન્યૂઝ'ના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની કિંમતો બમણી થઈ ગઈ છે. ઘી, તેલ, લોટ અને ચિકનના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

  આ પણ વાંચો: ઇરાની સૈનિકો અને તાલિબાનીઓ વચ્ચે થઈ હિંસક લડાઈ, ફાયરિંગનો વિડીયો વાયરલ

  ખાવા-પીવાથી લઈને ડીઝલ-પેટ્રોલના ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયા છે. આ ખરાબ સ્થિતિ માટે લોકો સીધો ઈમરાન ખાનને જવાબદાર ઠેરવી રહ્યા છે. લોકો કહે છે કે વડાપ્રધાન તરીકે ઈમરાન તમામ મોરચે નિષ્ફળ ગયા છે.

  આ પણ વાંચો: Omicron: દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં ઓમિક્રોનના બમણા કેસ, લોકડાઉન લગાવવું પડ્યું

  સતત વધી રહ્યું છે વિદેશી દેવું

  પાકિસ્તાન પર વિદેશી દેવું સતત વધી રહ્યું છે અને તે બહુ મુશ્કેલીથી પોતાના રોજીંદા ખર્ચાઓને ચલાવી શકે છે. આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનની વિશ્વમાં સારી છબી નથી. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (Financial Action Task Force)ની 'ગ્રે લિસ્ટ'માં પાકિસ્તાન યથાવત રહેશે. આતંકવાદના ધિરાણ વિરુદ્ધ વૈશ્વિક સંસ્થાએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નામિત આતંકીઓ જેમકે ભારતના મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર તેમજ તેમની આગેવાની હેઠળના જૂથો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે જણાવવાની જરૂર છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Imran Khan, Pakistan PM imran khan, Troll, Tweet, World News in gujarati, પાકિસ્તાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन