Home /News /national-international /

શું ઈમરાન ખાને લગાવેલા બધા જ નારાઓ કોપી પેસ્ટ થયા છે? પરંતુ ક્યાંથી

શું ઈમરાન ખાને લગાવેલા બધા જ નારાઓ કોપી પેસ્ટ થયા છે? પરંતુ ક્યાંથી

  ઈમરાન ખાને શપથ લીધી નથી પર એક રીતે પાકિસ્તાનના નવા વડાપ્રધાનના રૂપમાં કામકાજ સંભાળી લીધું છે. તેઓ નવું પાકિસ્તાન બનાવવાનું વચન આપી રહ્યાં છે પરંતુ તેમના વચન (જુમલા) અને આરોપોને કાન લગાવીને ધ્યાનથી સાંભળીએ તો સમજાશે કે અરે આ બધુ તો પહેલા પણ ક્યાંક સાંભળેલું છે.

  ઈમરાન ખાન ખુબ જ બોલે છે અને કેટલાક દિવસથી તે જ વાતો વાંરવાર કહી રહ્યાં છે જેની ગૂંજ તમે ખુબ જ જોર-જોરથી સાંભળી હશે.

  ચેમ્પિયન ક્રિકેટર ઈમરાન ખાને 22 વર્ષ પછી પીએમ બનવાનો ફોર્મૂલા ક્રૈક કરી લીધો છે, ભલે પાકિસ્તાની સેનાની મદદથી જ સહી, આવું અમે કહી રહ્યાં નથી આવા આરોપો તેમના પર પાકિસ્તાનમાં લગાવવામાં આવી રહ્યાં છે.

  પરંતુ તેમની જીતમાં અસલી કમાન તે નારાઓ અને વચનો છે જેનો સફળ પ્રયોગ પહેલા થઈ ચૂક્યો છે. જરા ધ્યાનથી આ નારાઓની ગૂંજની ગૂંજ તમને સંભળાશે અને તમે પણ કહી ઉઠશો કે આ તો સાંભળેલું હોય તેવું લાગી રહ્યું છે.

  વચન નંબર - 1
  પાકિસ્તાનને મક્કામદીના જેવું બનાવીશું


  પાકિસ્તાનમાં મદીના જેવું રાજ કાયમ કરીશું અને ઈસ્લામિક પરંપરાઓ અનુસાર કલ્યાણકારી સરકાર ચલાવીશું. મતલબ સરકરામાં ધાર્મિક માન્યતાઓને પ્રાથમિકતા મળશે. કલ્યાણ તો કરીશું પરંતુ ધર્મવિશેષના નિયમો અનુસાર. સમજી શકો તો સમજો

  વચન નંબર - 2
  મારા વિરોધીઓ ભારતીય સમર્થક


  ઈમરાન અનુસાર મારૂ જે વિરોધ કરે છે તે બધા ભારતના સમર્થક છે. તેમને વારંવાર આરોપ લગાવ્યા છે જે પાર્ટી તેમનો વિરોધ કરે છે તેઓ ભારત સમર્થક છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ, તેમના ભાી શાહબાજ શરીફ અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના બિલાવર ભુટ્ટો પર ભારતના હિતો માટે કામ કરવાના આરોપો નાંખી દેવામાં આવ્યા. સીધો ફોર્મૂલા જે ઈમરાન ખાન વિરૂદ્ધ છે તેઓ પાકિસ્તાન વિરોધી છે, અને એન્ટીનેશનલ છે. ઓહ તમે તો સમજી ગયા..

  વચન નંબર -3
  દેશની સેવા કરીશ

  હું વડાપ્રધાન બનીને દેશની સેવા કરીશ. ખજાનાની રક્ષા કરીશ. જો હું પાકિસ્તાનમાં સમૃદ્ધિશાળી બનાવવાનો વચન ના નિભાવું તો જે ઈચ્છે તે મને સજા આપજો.

  વચન નંબર - 4
  લૂંટ થવા દઈશ નહી

  પાકિસ્તાને બે પરિવારોએ લૂટ્યો છે. ભુટ્ટો અને શરીફ પરિવારની આ લૂટમાંથી તમને મુક્ત કરાવીશ. હું તેમને દેશ લૂટવા દઈશ નહી. પાકિસ્તાનની ખરાબ દશા માટે આ બે પરિવાર જવાબદાર છે.

  વચન નંબર - 5
  વિદેશોમાં જમા પૈસા પાછો લાવીશ

  ઈમરાન ખાને વચન આપ્યો છે કે જે લોકોએ પાકિસ્તાના પૈસા જનતા પાસેથી લૂટીને વિદેશી બેંકોમાં જમા કરાવ્યા છે તેમની એક-એક પાઈ પાછી પાકિસ્તાન લાવશે અને જનતા માટે ઉપયોગ કરશે.

  વચન નંબર - 6
  ભષ્ટ્રાચારનો ખાત્મો

  ઈમરાનખાને દરેક જગ્યાએ તેવું જ કહ્યું છે કે, કોઈ બચશે નહી, ભષ્ટ્રાચારનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે. રાજનેતાઓ અને વ્યાપારીઓને છોડવામાં આવશે નહી પછી ભલે ગમે તેટલો મોટો બિઝનેસમેન ના હોય.

  વચન નંબર - 7
  સેના મહાન છે

  હવે તે કોઈ છૂપાયેલી વાત નથી કે, ઈમરાન ખાન સેનાની મદદથી સત્તાના શિખર પર પહોંચી શક્યા છે. તેથી તેઓ વારંવાર દોહરાવી રહ્યાં છે કે તેમના વિરોધી પાકિસ્તાનની મહાન સેના વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યાં છે જેથી ભારતને ફાયદો થઈ શકે. ઈમરાન કહે છે કે, સેના અત્યત કફોડી પરિસ્થિતિમાં દુશ્મનનો સામનો કરે છે, કુર્બાની આપે છે પર કેટલીક રાજનૈતિક પાર્ટીઓ દેશ વિરૂદ્ધ કામ કરી રહી છે.

  કેટલાક અન્ય વચનો સાંભળો જેની ગૂંજ તમે પહેલા પણ સાંભળી હશે પરંતુ અન્ય ભાષામાં

  -  નવું પાકિસ્તાન બનાવીશ
  - નોર્વે, સ્વીડન, ડેનમાર્કની જેવો બનાવી દઈશ
  - 1 કરોડ લોકોને નોકરીઓ આપીશ
  - ખેડૂતોની આવક વધારીશ જેથી ખેતી નફાવાળો ધંધો બને
  - ગરીબી દૂર કરીને બતાવીશ દેશના ખજાના પર પહેલો હક ગરીબોનો છે
  -બધાનો વિકાસ થશે, લઘુમતીઓનો પણ
  - વિદેશ રોકાણ વધારેમાં વધારે લગાવીશું
  - ડોલર વિરૂદ્ધ રૂપિયો ઈતિહાસમાં આટલો ક્યારેય નીચે આવ્યો નથી.
  - ઈકોનોમીની હાલત ખરાબ છે
  - કોસ્ટ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વ્યવસ્થિત નથી
  - એવી સરકાર આપીશું જેવી પાકિસ્તાનમાં ક્યારેય આવી નથી
  - ટેક્સનો દાયરો વધારીશું, રાજનેતાઓને પણ છોડવામાં આવશે નહી
  - યુવાઓને સ્કિલ આપવા માટે ખાસ વ્યવસ્થા કરીશું
  - તમે પાકિસ્તાનમાં એકદમ નવી રીતની સરકાર જોશો

  આ બધામાં સૌથી મોટી વાત તે છે કે ઈમરાન ખાન "હું જ હું છું"ના અંદાજમાં કામ કરી રહ્યાં છે. સૌથી મોટો દાવો જે ઈમરાન ખાને કર્યો તે એ છે કે વડાપ્રધાનની જેમ નહી સાદગીથી દેશ ચલાવીશ અને દેશના ખજાનાની રક્ષા કરીશ. તેમને તો શપથ પહેલા જ કહી દીધું છે કે તેઓ પીએમ હાઉસમાં રહેશે નહી, તેઓ નાની એવી જગ્યાએ રહીને જ દેશની સેવા કરશે. ક્રિકેટથી રાજનેતા બનેલા ઈમરાનના વચનો અને ઈચ્છાઓ પરથી પડદો તો થોડા જ દિવસમાં જ ઉઠી જશે, પરંતુ તમને લાગતું નથી કે, આ બધી વાતો આપણે પહેલા પણ ક્યાંક સાંભળી છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Imran Khan, Pakistan Election 2018

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन