Home /News /national-international /VIDEO: યા અલ્લાહ અમને પીએમ મોદી આપી દો... પાકિસ્તાનની ભારત પાસે આશા, જાણો કેવી છે સ્થિતિ

VIDEO: યા અલ્લાહ અમને પીએમ મોદી આપી દો... પાકિસ્તાનની ભારત પાસે આશા, જાણો કેવી છે સ્થિતિ

યા અલ્લાહ પીએમ મોદી આપી દો...

Pakistan Economic Crisis: પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. આર્થિક પતનથી ઉભરવા માટે તેને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની ખૂબ જ જરૂર વર્તાઈ રહી છે. જણાવી દઈએ કે, નવમી સમીક્ષા હાલમાં બાકી છે અને તેની સફળતાપૂર્વક પૂર્ણ થવા પર આગામી તબક્કા તરીકે 1.1 અરબ ડોલર રિલીઝ કરવામાં આવશે.

વધુ જુઓ ...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના આર્થિક સંકટ વચ્ચે હવે ત્યાંના લોકોને આશા છે કે, પાડોશી દેશ ભારત તેમની મદદ કરશે. પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચે પહોંચી ગઈ છે. લોટ, દાળ અને ચોખા જેવી ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોચી ગયા છે. સ્થિતિ એવી સર્જાઈ રહી છે કે, દેશ નાદારીની આરે છે. સંકટમાંથી બહાર આવવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોનની રાહ જોઈ રહેલા વડાપ્રધાન શહેબાઝ શરીફને હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં, ત્યાંના લોકોનો પણ તેમની સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.

પાકિસ્તાનના લોકો હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે વિનંતી કરી રહ્યા છે અને તેઓ કહે છે કે, ભારતે દોસ્તીનો હાથ લંબાવવો જોઈએ. પાકિસ્તાનમાં દરેક જગ્યાએ શાહબાઝ સરકારની ટીકા થઈ રહી છે, તો બીજી તરફ લોકો કહી રહ્યા છે કે, યા અલ્લાહ પીએમ મોદીને તેમના દેશમાં મોકલો, જેથી તેઓ સંકટમાંથી મુક્તી અપાવી શકે.

પાકિસ્તાનમાં પેટ્રોલ, વીજળી અને ગેસના ભાવમાં વધારો

થોડા દિવસો પહેલા 16 ફેબ્રુઆરીએ, પાકિસ્તાન સરકારે નવા ટેક્સ દ્વારા લોકો પાસેથી 170 અબજ રૂપિયા વસૂલવા માટે સંસદમાં 'મિની-બજેટ' રજૂ કર્યાના થોડા કલાકો બાદ, પેટ્રોલ ઉત્પાદનોના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે, વીજળી અને ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, પાક સરકારના આ નિર્ણય પહેલા જ ભયંકર સ્થિતિમાં પહોંચી ગયેલો મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના રક્ષા મંત્રીની કબૂલાત, કહ્યું- દેશ નાદાર થયો, આતંકવાદે બનાવી આવી સ્થિતિ

પેટ્રોલની કિંમત 22.20 રૂપિયા પ્રતિ લીટર વધીને 272 રૂપિયા થઈ ગઈ છે. હાઈ સ્પીડ ડીઝલ (HSD)ની કિંમતમાં 17.20 રૂપિયા પ્રતિ લીટર, કેરોસીન 12.90 રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલ ઓઈલ (LDO)ની કિંમતમાં 9.68 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. HSDની નવી કિંમત 280 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહી છે. કેરોસીન રૂપિયા 202.73 પ્રતિ લીટર અને એલડીઓ રૂપિયા 196.68 પ્રતિ લીટરના ભાવે વેચાશે.

પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધમાં 90 ટકાનો વધારો

આ દરમિયાન, પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ જાન્યુઆરીમાં 90.2 ટકા ઘટીને 0.24 અબજ ડોલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 2.47 અરબ ડોલર હતી, આયાત નિયંત્રણો ચાલુ રાખવાના કારણે ચૂકવણીના સંતુલન સંકટ વચ્ચે, જેણે દેશને ડિફોલ્ટની અણી પર ધકેલી દીધો છે. ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં ચૂકવણીના સંતુલનની સમસ્યા છે, જે ગયા વર્ષે વધુ ખરાબ થઈ હતી કારણ કે દેશનું વિદેશી વિનિમય ભંડાર ગંભીર સ્તરે આવી ગયું હતું.

આ પણ વાંચો: ભીખારી પાકિસ્તાનમાં મુર્દાબાદના નારા, જાણો શા માટે POKમાં 'સિંધુદેશ' બનાવવાની ઉઠી છે માગ

નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. આર્થિક પતન ટાળવા માટે તેને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની ખૂબ જ જરૂર છે. નવમી સમીક્ષા હાલમાં બાકી છે અને તેની સફળતાપૂર્વક પૂર્ણ થવા પર, આગામી તબક્કા તરીકે 1.1 અરબ ડોલર રિલીઝ કરવામાં આવશે.
First published:

Tags: Economy, Financial crisis, Pakistan news, PM Modi પીએમ મોદી