Home /News /national-international /પાકિસ્તાનના રક્ષા મંત્રીની કબૂલાત, કહ્યું- દેશ નાદાર થયો, આતંકવાદે બનાવી આવી સ્થિતિ

પાકિસ્તાનના રક્ષા મંત્રીની કબૂલાત, કહ્યું- દેશ નાદાર થયો, આતંકવાદે બનાવી આવી સ્થિતિ

પાકિસ્તાનના રક્ષા મંત્રી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે (Pakistan Defense Minister Khwaja Asif) કહ્યું કે, પાકિસ્તાન નાદાર થઈ ગયું છે અને આતંકવાદ આપણું ભાગ્ય બન્યું છે.

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાન નાદાર થઈ ગયું છે અને આતંકવાદ આપણું ભાગ્ય બની ગયું છે. આતંકવાદની શરૂઆત પાકિસ્તાનના નેતાઓએ કરી હતી. આપણે પોતે આતંકવાદ લાવ્યા છીએ. રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શનિવારે કહ્યું કે, પાકિસ્તાન પહેલાથી જ ભૂલો કરી ચુક્યું છે અને આપણે નાદાર દેશમાં જીવી રહ્યા છીએ. એક સમારોહને સંબોધતા ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ આંતરિક રીતે શોધી શકાય છે, કારણ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) આ મામલે મદદ કરી શકે તેમ નથી.

મંત્રીએ દેશની વર્તમાન સ્થિતિ માટે તંત્ર, નોકરશાહી અને રાજકારણીઓને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે, પાકિસ્તાનના બંધારણની વારંવાર અવગણના કરવામાં આવી રહી છે. પીએમએલ-એન નેતાએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલા આતંકવાદીઓને દેશમાં સ્થાયી થવા દેવામાં આવ્યા હતા અને ખતરનાક રમતો રમાઈ હતી. ટીકાકારોને દેશ છોડવાની ફરજ પડી હતી. જો કે, તેમણે કરાચી પોલીસ ઓફિસ પર આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી અને કહ્યું કે, સુરક્ષાકર્મીઓએ આખી રાત બહાદુરીપૂર્વક આતંકવાદીઓનો સામનો કર્યો હતો.

આ પણ વાંચો: ભીખારી પાકિસ્તાનમાં મુર્દાબાદના નારા, જાણો શા માટે POKમાં 'સિંધુદેશ' બનાવવાની ઉઠી છે માગ

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ (Pakistan Economic Crisis) સતત કથળી રહી છે. ભારતનો (India) પાડોશી દેશ આર્થિક રીતે પોતાને મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ મોંઘવારી ઓછી થવાનું નામ લઈ રહી નથી. પાકિસ્તાનના લોકોને (India-Pakistan Relation) જરૂરી વસ્તુઓ ખરીદવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન નાણાંની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. મોંઘવારીએ લોકોનું જીવન દયનીય બનાવી દીધું છે.

સ્થિતિ એવી છે કે, લોકોને બે ટાઈમના ભોજનની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સરકાર લોકોને જરૂરી વસ્તુઓની પણ આયાત કરી શકતી નથી. આવી સ્થિતિમાં, પાકિસ્તાનમાં વિભાજનની માંગ ઉઠવા લાગી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના (Pakistan Occupied Kashmir- POK) લોકો હવે પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. લોકો માંગ કરી રહ્યા છે કે, તેમને ભારતમાં સામેલ કરવામાં આવે.
First published:

Tags: Economy, Financial crisis, Pakistan news