Home /News /national-international /નીચતાની હદ પાર કરી: રાશન જોઈતું હોય તો ડાંસ કરી અમને ખુશ કર, અધિકારીઓએ કિન્નરને નચાવી

નીચતાની હદ પાર કરી: રાશન જોઈતું હોય તો ડાંસ કરી અમને ખુશ કર, અધિકારીઓએ કિન્નરને નચાવી

રાશન માટે કિન્નરને નચાવી

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એક્સપ્રેસ ન્યૂઝનો આ વીડિયો એક સરકારી ઓફિસનો હોવાનું કહેવાય છે. તેમાં એક કિન્નરને નાચતા જોઈ શકાય છે. એક્સપ્રેસ ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલામાં પાકિસ્તાનનું એક સરકારી ઓફિસ છે.

પાકિસ્તાનની આર્થિક સ્થિતી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. લોકોને હાલમાં રાશન માટે ખૂબ જ તકલીફો થઈ રહી છે. લોટ, ગાળ, ચોખાના ભાવ આકાશે આંબી રહ્યા છે. હાલત એવી થઈ છે કે, દેશના કેટલાય ભાગોમાંથી લોટ, દાળ ગાયબ થઈ ચુક્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં લોકો રાશન માટે લ઼ડતા ઝઘડતા દેખાઈ રહ્યા છે. કેટલાય વીડિયોમાં તો લોકો રાશન માટે ગાડીઓની પાછળ પણ ભાગતા દેખાય છે. તો વળી એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકો કહી રહ્યા છે કે, પાકિસ્તાનમાં માણસાઈ મરી પરવારી છે.



પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એક્સપ્રેસ ન્યૂઝનો આ વીડિયો એક સરકારી ઓફિસનો હોવાનું કહેવાય છે. તેમાં એક કિન્નરને નાચતા જોઈ શકાય છે. એક્સપ્રેસ ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલામાં પાકિસ્તાનનું એક સરકારી ઓફિસ છે. જ્યાં એક કિન્નર રાશન માગવા ગઈ હતી. કિન્નર સાથે અધિકારીએ નીચતાની તમામ હદો પાર કરી હતી અને તેને મનોરંજન કરાવવા માટે કહ્યું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો.

જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ આયોગે તપાસના આદેશ આપ્યા છે. વેબસાઈટ જિયો ટીવી ઉર્દૂના જણાવ્યા અનુસાર, વીડિયો પાકિસ્તાનના ગુજરાંવાલાનો છે. તો વળી કિન્નરે અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે, સરાકરી કર્મચારીઓએ રાશનના બદલામાં નાચતા માટે કહ્યું હતું. અધિકારીએ કહ્યું કે, રાશન ત્યારે જ મળશે, તું ડાંસ કરીને અમને ખુશ કરીશ. તો વળી સરકારી ઓફિસરોએ આ આરોપને ફગાવી દીધા છે.
First published:

Tags: Latest viral video

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો