Home /News /national-international /'IMFની શરત સ્વીકારવી જરૂરી છે, નહીં તો આખું પાકિસ્તાન...', ભિખારી દેશના નબળા PMનું દર્દ

'IMFની શરત સ્વીકારવી જરૂરી છે, નહીં તો આખું પાકિસ્તાન...', ભિખારી દેશના નબળા PMનું દર્દ

કંગાળ દેશના નબળા PMનું દર્દ

Pakistan Economic Crisis: પાકિસ્તાન સરકારે IMF સમીક્ષાને પહોંચી વળવા માટે ઘણા પગલાં લીધાં છે, જેમાં વિનિમય દર પરની અનૌપચારિક કિંમતની મર્યાદા દૂર કરવી, પેટ્રોલિયમના દરોમાં 16 ટકા સુધીનો વધારો કરવો અને એલપીજીના ભાવમાં 30 ટકાનો વધારો કરવો જેવી બાબતોનો સમાવેશ કરાયો છે. શાહબાઝ શરીફે કહ્યું કે, જો પાકિસ્તાનને ડિફોલ્ટ થવાથી બચાવવું હશે, તો તેણે કોઈપણ કિંમતે IMFની શરતો સ્વીકારવી પડશે.

વધુ જુઓ ...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના આર્થિક સંકટ (Economic Crisis) વચ્ચે મોંઘવારીએ (Inflation) લોકોની કમર તોડી નાખી છે. IMFની કડક નીતિઓ બાદ સતત ઘટી રહેલા રૂપિયાથી પરેશાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું (PM Shahbaz Sharif) દર્દ બધાની સામે આવ્યું છે.

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોન ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વડા પ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે, 7 અરબ ડોલરના લોન પ્રોગ્રામની નવમી સમીક્ષા પર ચર્ચા કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દેશની મુલાકાત લે છે તે તેમના દેશ માટે ખરાબ સપનાથી ઓછું નથી. પાક વડા પ્રધાને વધુમાં કહ્યું કે, આ સમયે પાકિસ્તાનને જે આર્થિક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે તે અકલ્પનીય છે. IMFની સમીક્ષા પૂર્ણ થવા માટે જે શરતો પૂરી કરવી પડે છે, તે અકલ્પનીય છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની શ્રીલંકા જેવી સ્થિતિ, પાકિસ્તાની મંત્રીએ કહ્યું -...આવું થશે તો રમખાણો થશે

પેશાવરમાં સર્વોચ્ચ સમિતિની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે, દેશ પાસે શરતોને લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જણાવી દઈએ કે, નાથન પોર્ટરના નેતૃત્વમાં IMF પ્રતિનિધિમંડળ અને સરકારે મંગળવારે નવમી સમીક્ષા પૂર્ણ થવા પર ચર્ચા શરૂ કરી હતી. ડિફોલ્ટથી બચવા માટે પાકિસ્તાને સમીક્ષા પૂર્ણ કરવી પડશે. આરિફ હબીબ લિમિટેડના જણાવ્યા અનુસાર, 27 જાન્યુઆરી સુધીમાં દેશની વિદેશી હૂંડિયામણ (Foreign Reserves) અનામત 3.09 અરબ ડોલરની સર્વકાલીન નીચી સપાટીએ આવી ગઈ છે, જે માત્ર 18 દિવસની આયાતને આવરી શકે છે.

પાકિસ્તાન સરકારે IMF સમીક્ષાને પહોંચી વળવા માટે ઘણા પગલાં લીધા છે, જેમાં એક્સચેન્જ રેટ પરની અનૌપચારિક કિંમતની મર્યાદા દૂર કરવી, પેટ્રોલિયમના દરમાં 16 ટકા સુધીનો વધારો અને LPGના ભાવમાં 30 ટકાનો વધારો સામેલ છે. શાહબાઝ શરીફે કહ્યું કે, જો પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવું હશે તો તેણે કોઈપણ કિંમતે IMFની શરતો સ્વીકારવી પડશે. ઉલ્લેખનીય છે કે, IMFની શરતોનું પાલન કર્યા બાદ ઇસ્લામિક દેશમાં મોંઘવારીમાં કમરતોડ વધારો થયો છે. આ સાથે દેશના લોકો અનાજને લઈને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
First published:

Tags: Economy, Financial crisis, Pakistan news, Shehbaz sharif

विज्ञापन