Home /News /national-international /ભીખારી પાકિસ્તાનમાં મુર્દાબાદના નારા, જાણો શા માટે POKમાં 'સિંધુદેશ' બનાવવાની ઉઠી છે માગ

ભીખારી પાકિસ્તાનમાં મુર્દાબાદના નારા, જાણો શા માટે POKમાં 'સિંધુદેશ' બનાવવાની ઉઠી છે માગ

ભીખારી પાકિસ્તાનમાં મુર્દાબાદના નારા

Pakistan Economic Crisis: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી અને ઉપરથી લોકોની ઉપર મોંઘવારીનો માર પડી રહ્યો છે. લોકોને બે ટાઈમના ભોજનની પણ વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે. આ દરમિયાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (Pakistan Occupied Kashmir- POK) લોકોએ મુર્દાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું છે. લોકોની માંગ છે કે, તેમને ભારતમાં સામેલ કરવામાં આવે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ (Pakistan Economic Crisis) સતત કથળી રહી છે. ભારતનો (India) પાડોશી દેશ આર્થિક રીતે પોતાને મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ મોંઘવારી ઓછી થવાનું નામ લઈ રહી નથી. પાકિસ્તાનના લોકોને (India-Pakistan Relation) જરૂરી વસ્તુઓ ખરીદવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન નાણાંની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. મોંઘવારીએ લોકોનું જીવન દયનીય બનાવી દીધું છે. સ્થિતિ એવી છે કે, લોકોને બે ટાઈમના ભોજનની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સરકાર લોકોને જરૂરી વસ્તુઓની પણ આયાત કરી શકતી નથી. આવી સ્થિતિમાં, પાકિસ્તાનમાં વિભાજનની માંગ ઉઠવા લાગી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના (Pakistan Occupied Kashmir- POK) લોકો હવે પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. લોકો માંગ કરી રહ્યા છે કે, તેમને ભારતમાં સામેલ કરવામાં આવે.

આ પણ વાંચો: Video: તાલિબાનોએ ખૈબર પખ્તુનખ્વાના ગામ પર કબજો કર્યો, પાકિસ્તાની પોલીસ અને સેના ડરીને ભાગી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (Pakistan Occupied Kashmir- POK) હવે પાક મુર્દાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. PoKમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ભારતમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, JSMM (Jaey Sindh Muttahida Mahaz)ના પ્રમુખે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે, પાકિસ્તાન તેમનો દેશ જ નથી.


'સિંધુદેશ' બનાવવાની માંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન 4 પ્રાંતોમાં વહેંચાયેલું છે, જેમાં પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનનો સમાવેશ થાય છે. અહીં વિવિધ સંસ્કૃતિ અને ભાષાઓના લોકો રહે છે. બલૂચિસ્તાન અને સિંધને પાકિસ્તાનના સૌથી અશાંત પ્રાંત માનવામાં આવે છે. હવે અહીંથી જ 'સિંધુદેશ' બનાવવાની માંગ તેજ થવા લાગી છે. એવું માનવામાં આવે છે કે, બલૂચિસ્તાન અને સિંધ ક્ષેત્રમાં અસંતોષ અને હિંસા મોટું સ્વરૂપ લઈ રહી છે.

" isDesktop="true" id="1339407" >
મીડિયા અહેવાલો અનુસાર, JSMM (Jeay Sindh Muttahida Mahaz) કહે છે કે, POKના લોકો હવે પાકિસ્તાનમાં રહેવા માંગતા નથી. ગિલગિટ બાલ્ટિસનમાં પણ આ જ માંગ ઉભી થવા લાગી છે. JSMMનો દાવો છે કે, આ વિસ્તારના લોકો હવે પાકિસ્તાનને પોતાનો દેશ માનવાનો ઈન્કાર કરી રહ્યા છે. અહીં POKના કાર્યકર્તાઓનું કહેવું છે કે, ઘણા વર્ષોથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાકિસ્તાનથી અલગ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. તેમનું કહેવું છે કે, હવે સમય આવી ગયો છે કે ભારત આ મામલે આગળ આવે અને કંઈક કરે. આ વિસ્તારોના લોકો ભારતના નાગરિક છે.
First published:

Tags: Economy, Financial crisis, Food Crisis, Pakistan news