Home /News /national-international /પાકિસ્તાને પરમાણુ બોમ્બ બનાવ્યો તો ભારતે ભવિષ્ય! દરેક તબ્બકે પાછળ માત્ર મોંઘવારીમાં આગળ નીકળ્યો પાડોશી દેશ

પાકિસ્તાને પરમાણુ બોમ્બ બનાવ્યો તો ભારતે ભવિષ્ય! દરેક તબ્બકે પાછળ માત્ર મોંઘવારીમાં આગળ નીકળ્યો પાડોશી દેશ

ફાઇલ તસવીર

આઝાદી પછી ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી અને આજે તે વિશ્વની પાંચમી આર્થિક શક્તિ બની ગઈ છે. જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 44મા નંબર પર છે. ભારતનો જીડીપી 3.46 ટ્રિલિયન ડોલર છે અને ભારત 5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાનનો જીડીપી લગભગ 376 બિલિયન ડોલર છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ પાકિસ્તાન દિવસેને દિવસે આર્થિક રીતે કંગાળ બની રહ્યું છે. પાકિસ્તાનમાં વધતી જતી મોંઘવારી અને ઘટતા વિદેશી હૂંડિયામણના ભંડારે લોકોની તેમજ શાસકોની ચિંતામાં વધારો કર્યો છે. પોતાને દેશની મદદગાર ગણાવતી સેના આ સમગ્ર આર્થિક વિકાસ પર મૌન છે તે આશ્ચર્યજનક છે. ભારત સાથે 4 યુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાનની સેના અને સરકાર કોઈક રીતે પરમાણુ બોમ્બ બનાવવામાં સફળ રહી છે. પરંતુ દેશની પ્રગતિ માટે કંઈ ખાસ કર્યું નહીં. આ જ કારણ છે કે, આ ઇસ્લામિક દેશની અત્યારે આવી હાલત છે.

1947માં વિભાજન (ભારત-પાકિસ્તાન વિભાજન) પછી, ભારતે લશ્કરી શક્તિથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે પાકિસ્તાનનું ધ્યાન ફક્ત લશ્કરી સાધનો એકત્ર કરવા પર હતું. આજે પાકિસ્તાન આર્થિક અને સૈન્ય શક્તિની દૃષ્ટિએ ક્યાંયનું નથી રહ્યું. પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવા છતાં યુવાનોને રોજગારી આપવા માટે અને ભૂખ્યા નાગરિકોને રોટલી આપવા માટે લોટના અભાવે તે સંઘર્ષ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ કેલિફોર્નિયામાં ફરીવાર ગોળીબાર, 3ના મોત

અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ભારત અને પાકિસ્તાન


આઝાદી પછી ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી અને આજે તે વિશ્વની પાંચમી આર્થિક શક્તિ બની ગઈ છે. જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 44મા નંબર પર છે. એટલે કે આર્થિક મોરચે પાકિસ્તાન ભારત કરતા ઘણું પાછળ છે. ત્યારે ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. જ્યારે પાકિસ્તાન પર 2030 સુધીમાં ભારે દેવું થઈ શકે છે. હાલમાં ભારતનો જીડીપી 3.46 ટ્રિલિયન ડોલર છે અને ભારત 5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાનનો જીડીપી લગભગ 376 બિલિયન ડોલર છે.


બંને દેશોના વિદેશી હૂંડિયામણ ભંડાર અને ચલણ


તાજેતરના ડેટા અનુસાર, ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 634.287 બિલિયન ડોલર છે અને દેશનું ફોરેક્સ રિઝર્વ ગયા વર્ષે આ જ તારીખે 573.727 બિલિયન ડોલર હતું. ત્યારે પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર માત્ર 3.67 બિલિયન ડોલર છે. અત્યારે અમેરિકી ડૉલર લગભગ 82 રૂપિયા બરાબર છે. પાકિસ્તાની રૂપિયા સામે ડૉલરની કિંમત 224 રૂપિયા છે.

પાકિસ્તાનમાં માત્ર મોંઘવારી જ વધી


હાલમાં માત્ર મોંઘવારી મામલે પાકિસ્તાન ભારતથી આગળ છે. ડુંગળીથી લઈને પેટ્રોલ સુધી અહીં દરેક વસ્તુ મોંઘી છે. અહીં ડુંગળીની કિંમત 220.4 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં દૂધની કિંમત 114.8 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 149.7 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. લોટના ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોથી વધી ગયા છે. આ સાથે જ સરસવનો ભાવ રૂ.500ને પાર કરી ગયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ 249.80 રૂપિયા પ્રતિ લીટર, હાઈ-સ્પીડ ડીઝલ 262.80 રૂપિયા પ્રતિ લીટર, કેરોસીન 189.83 રૂપિયા પ્રતિ લીટર અને લાઈટ ડીઝલ 187 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
First published:

Tags: Pakistan government, Pakistan news

विज्ञापन