Home /News /national-international /Pakistan Crisis: ચિકનના 650 રૂપિયા; ગેસ સિલિન્ડરના 10,000 રૂપિયા, પાકિસ્તાનમાં શ્રીલંકા જેવી હાલત

Pakistan Crisis: ચિકનના 650 રૂપિયા; ગેસ સિલિન્ડરના 10,000 રૂપિયા, પાકિસ્તાનમાં શ્રીલંકા જેવી હાલત

pakistan economic crisis

Pakistan Economic Crisis: પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ શ્રીલંકાની માફક ભૂંડી થઈ છે. અહીં મોંઘવારીએ હાહાકાર મચાવેલ છે. તેનો અંદાજ ચિકન અને એલપીજીના ભાવ સાંભળીને લગાવી શકો છો.

  વર્ષ 2022માં ભારતના પાડોશી દેશ શ્રીલંકા કંગાળ થઈ ગયો, મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા તો, રાજકીય રીતે પણ ઘમાસાણ મચેલો હતો. હવે નવું વર્ષ 2023 શરુ થઈ ગયું છે અને શ્રીલંકા જેવી જ હાલત હવે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં થવા જઈ રહી છે. જ્યાં મોંઘવારી દર આકાશે આંબી રહ્યો છે. મૂળભૂત સુવિધાઓથી લોકો દૂર થતાં જાય છે અને વિદેશ મુદ્રા ભંડારમાં પણ ઘટાડો આવી રહ્યો છે. તો આવો જાણીએ પાકિસ્તાનમાં મચેલા કોહરામ વિશે...

  આ પણ વાંચો: Deesa: પાકિસ્તાનીઓને ધૂળ ચાટતા કરનાર રણછોડ પગી કોણ છે? શું કલા હતી તેઓની પાસે

  જીવન જરુરિયાત વસ્તુ માટે લોકોની પડાપડી


  શ્રીલંકાની માફક પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. દેશની સરકારે પણ માની લીધું છે. પાકના રક્ષામંત્રીએ ખુદ કહ્યું કે, દેશ હાલમાં ગંભીર સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ હોય કે, ખાવા પીવાનો સામાન અથવા તો રસોઈ ગેસ અને વિજળી દરેક વસ્તુ ખરીદવી લોકો માટે ભારે થઈ પડ્યું છે. દેશમાં મોંઘવારીની હાલત એવી છે કે, ફુગાવો દર ડિસેમ્બર 2022માં વધીને 24.5 ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત પાકિસ્તાન માથે દેવુ પણ વધી રહ્યું છે.

  પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની ભૂંડી હાલત


  પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ શ્રીલંકાની માફક ભૂંડી થઈ છે. અહીં મોંઘવારીએ હાહાકાર મચાવેલ છે. તેનો અંદાજ ચિકન અને એલપીજીના ભાવ સાંભળીને લગાવી શકો છો. દેશમાં ચિકન અને મીટ સામાન્ય લોકો ખરીદી શકે તેમ નથી. ડોનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ચિકન 650 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યું છે. જો આવી જ સ્થિતી રહી તો, આગામી દિવસોમાં તે 800 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જશે. એલપીજી ગેસની વાત કરીએ તો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ત્યાં 10,000 રૂપિયા છે. વધતા ભાવને લઈને લોકો પ્લાસ્ટિક બેગમાં એલપીજી સ્ટોર કરવા મજબૂર છે.

  ઘી ખાંડ અને લોટના ભાવ આકાશે આંબ્યા


  પાકિસ્તાનમાં ગેસ ચિકન ઉપરાંત લોટ, ખાંડ અને ઘીના ભાવમાં પણ વાર્ષિક આધાર પર 25થી 62 ટકા સુધીનો વધારો થયો છે. ડોનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઘઉંનું સંકટ પર મંડરાઈ રહ્યું છે. દેશમાં કેટલાય ભાગમાં ઘઉંની કમી વર્તાઈ રહી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, આવનારા દિવસોમાં પાકિસ્તાનના લોકોની બે ટંકના રોટલા પણ નહીં મળે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઈસ્લામાબાદમાં રોજના ઘઉંનું વેચાણ 20 કિલોના 38,000 રૂપિયા છે, પણ અહીં ચાલતી 40 લોટ મિલમાં 21,000 બેગ્સનું જ વેચાણ થઈ રહ્યું છે.

  વીજળીની માગ પુરી કરવામાં અસમર્થ


  એક તરફ સ્થાનિક લોકો ઘઉંની કમીનો સામનો કરી રહ્યા છે. તો વળી બીજી તરફ સરકાર તેના માટે રાજ્યો માથે ઠીકરુ ફોડી રહી છે. આ તમામની વચ્ચે પાકિસ્તાન સરકાર સામે વીજળીની કમી પણ વિકરાળ સમસ્યા બનીને સામે આવી છે. તેનો અંદાજ લગાવાની જરુર નથી કે, તેના માટે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે વિજળીનો વપરાશ ઘટાડવા માટે કેટલાય આદેશ જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં પાવર સપ્લાઈ માગથી લગભગ 7000 મેગાવોચ ઓછી છે.

  આ પણ વાંચો: VIDEO: જાણો વસ્તી વધારા અંગે શું કહ્યું પાકિસ્તાનના મંત્રીએ, સાંભળશો તો હસી પડશો

  ગરીબી દરમાં જોરદાર વધારો


  આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના સ્થાનિક મીડિયા ઈંતેખાબ ડેલીના જણાવ્યા અનુસાર, દેશની ગરીબી દર માં 35.7 ટકાનો વધારો નોંધાયો છે. તેને લઈને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ગરીબી સૂચકાંકની યાદીમાં 116માંથી 92માં સ્થાન પર આવી ગયું છે. રિપોર્ટમાં કહ્યું કે, જો દેશમાં ઝડપથી વધતી મોંઘવારીને કાબૂ કરવામાં નહીં આવે તો, ખાદ્ય સુરક્ષા પર મોટુ સંકટ આવશે. કારણ કે, પહેલાથી પાકિસ્તાનમાં આતંકી ગતિવિધિઓ, અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ, ક્લાઈમેન્ટ ચેન્જ અને મોંઘવારીમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ બદતર થઈ ચુકી છે.

  શ્રીલંકા જેવી હાલત


  કુલ મળીને આંકડા પર નજર નાખીએ તો, લગભગ સ્થિતી શ્રીલંકા જેવી જ છે. જ્યાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પેટ્રોલ અને ડીઝલ માટે લોકોને જીવ ગુમાવવા પડ્યા હતા. વિજળીની સમસ્યાથી લોકો પરેશાન કરવાની સાથે જ બિઝનેસને પણ તાળા લગાવ્યા હતા. વિદેશી મુદ્રા ધીમે ધીમે ખતમ થઈ ગઈ. રાજકીય ઉથલ પાથલ મચી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવું પડ્યું. જો પાકિસ્તાન સરકાર જલ્દીથી આ સ્થિતી પર કાબૂ નહીં કરે , તો બીજી શ્રીલંકા બની જશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Inflation, Pakistan news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन