Home /News /national-international /Pakistan Economic Crisis: આ છુપાયેલા ખજાનાનો ઉપયોગ કરીને પાકિસ્તાન બની શકે છે માલામાલ, જાણો શું છે તે

Pakistan Economic Crisis: આ છુપાયેલા ખજાનાનો ઉપયોગ કરીને પાકિસ્તાન બની શકે છે માલામાલ, જાણો શું છે તે

પાકિસ્તાનની હાલત

Pakistan Economic Crisis: પાકિસ્તાનની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાનની ઓઈલ કંપનીઓએ ચેતવણી આપી છે કે, ‘ડોલરની તંગી અને રૂપિયાના અવમૂલ્યનને કારણે વેપાર ખર્ચમાં વધારો થવાને કારણે દેશનો પેટ્રોલિયમ ઉદ્યોગ પતનની આરે છે.’

ઈસ્લામાબાદ: આર્થિક સંકટથી ખરાબ રીતે પીડિત પાકિસ્તાનને આર્થિક દેવાના બોજમાંથી બહાર આવવા માટે કોઈ ઉકેલ મળી રહ્યો નથી. પાકિસ્તાન પર 100 અબજ ડોલરનું દેવું તો થઈ ગયું છે. સાથે જ IMF પણ પાકિસ્તાનને મદદ કરવામાં વિલંબ કરી રહ્યું છે. જોકે હવે પાકિસ્તાન માટે સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના નિષ્ણાતોનું કહેવું છે કે, પાકિસ્તાન પાસે એવો ખજાનો છે કે તે પોતાની આર્થિક સંકટને સંપૂર્ણપણે દૂર કરી શકે છે.

પાકિસ્તાન બરબાદીના કગાર પર


પાકિસ્તાનના આર્થિક નિષ્ણાતોએ આ સંદર્ભમાં કહ્યું છે કે, પાકિસ્તાન પાસે બ્લુ ઈકોનોમી છે. વાદળી અર્થવ્યવસ્થા એ ચોક્કસ પ્રકારના જળ સંસાધન વ્યવસ્થાપનનો ઉલ્લેખ કરે છે. જે તમામ પ્રકારની દરિયાકાંઠાની પ્રવૃત્તિઓને આવરી લે છે. સમુદ્ર સંબંધિત વેપાર અને સેવાઓ દ્વારા કોઈપણ દેશની આવકને અનેક ગણી વધારી શકાય છે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લાના 12,000 દસ્તાવેજોની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી, તંત્રએ માલિકોને નોટિસ ફટકારી

ત્રણ અબજથી વધુ લોકો સમુદ્ર પર નિર્ભર


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, વિશ્વભરમાં ત્રણ અબજથી વધુ લોકો તેમની આજીવિકા માટે સમુદ્ર પર નિર્ભર છે. ઊર્જા તેલ, ગેસ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપરાંત, વાદળી અર્થવ્યવસ્થામાં શિપિંગ, દરિયાઈ, કૃષિ, મત્સ્યોદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. બ્લુ ઈકોનોમીની મદદથી પાકિસ્તાન પોતાની આર્થિક, ભૂ-રાજકીય અને ભૌગોલિક-આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે.

આ પણ વાંચો: સાવકો પિતા બન્યો કસાઈ, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી દીકરીની હત્યા

પાકિસ્તાનની ઓઈલ કંપનીઓએ આપી ચેતવણી


તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની હાલત અત્યારે ખૂબ જ ખરાબ અને દયનિય છે. પાકિસ્તાનની ઓઈલ કંપનીઓએ ચેતવણી આપી છે કે ડોલરની તંગી અને રૂપિયાના અવમૂલ્યનને કારણે વેપાર ખર્ચમાં વધારો થવાને કારણે દેશનો પેટ્રોલિયમ ઉદ્યોગ પતનની આરે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની માંગને પહોંચી વળવા માટે સરકારે ડોલર પરની મર્યાદા હટાવી દીધી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે 276.58 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે.

પાકિસ્તાન સરકારે શરતો સ્વીકારી લાધી


ઉલ્લેખનીય છે કે, IMF એ રાહત પેકેજને પુનઃસ્થાપિત કરવા માટે ઘણી શરતો લાદી છે. જેમાં સ્થાનિક ચલણ માટે બજાર-નિર્ધારિત વિનિમય દર અને ઇંધણ સબસિડીનું સરળીકરણ સામેલ છે. સરકારે બંને શરતો પહેલેથી જ સ્વીકારી લીધી છે.
First published:

Tags: Economic Crisis, Pakistan government, Pakistan news