પાકિસ્તાનના હાઇકમિશ્નરને ભારતના વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું

News18 Gujarati
Updated: February 28, 2019, 7:47 AM IST
પાકિસ્તાનના હાઇકમિશ્નરને ભારતના વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું

  • Share this:
ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બુધવારે પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરવાના પ્રયાસ કર્યો. પાકિસ્તાનની આ હરકત પર ભારતે જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના એક F-16 વિમાનને તોડી પાડ્યું હતું.

વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દુર્ભાગ્યવશ ભારતે પોતાનું મિગ-21 વિમાન ગુમાવ્યું છે અને એરફોર્સના એક પાયલટ ગાયબ છે, તો વિદેશ મંત્રાલે હવે પાકિસ્તાનના ડેપ્યુટી હાઇકમિશ્નર સૈયદ હેદર શાહને તલબ કર્યા છે, ન્યૂઝ એજન્સી ANIએ સૈયદ હૈદર શાહને સાઉથ બ્લોક પહોંચવાની એક તસવીર ટ્વીટર પર શેર કરી છે.

 ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને દાવો કર્યો કે તેના કબજામાં બે ભારતીય પાયલટ છે, સૂત્રોનું કહેવું છે કે ભારત પાકિસ્તાનના કબજામાં પોતાના પાયલટને કુટનીતિથી છોડાવશે અથવા UNની મદદ લેશે. પાકિસ્તાને અત્યારે ઔપચારીક રીતે આ વાતની સૂચના ભારતને આપી નથી.
First published: February 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading