Home /News /national-international /પાકિસ્તાને લદ્દાખ પાસે ફાઇટર પ્લેન તહેનાત કર્યા, સરહદે તણાવ વધ્યો

પાકિસ્તાને લદ્દાખ પાસે ફાઇટર પ્લેન તહેનાત કર્યા, સરહદે તણાવ વધ્યો

પાકિસ્તાની ફાઇટર જેટ

ઈન્ટેલિજન્સ એજન્સીએ વાયુસેના અને સેનાને વિમાન તહેનાત કરવા વિશે એલર્ટ મોકલ્યું છે. સ્કર્દૂ પાકિસ્તાનનો એક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ છે.

આર્ટિકલ 370 નાબૂદ થયા બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તણાવભરી બની છે. બંને દેશો દ્વારા વેપારથી લઇને ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ કરવામાં આવી છે. તો બીજી બાજુ સરહદે ગતિવિધિ તણાવભરી બની છે. ગભરાયેલા પાકિસ્તાને લદ્દાખ પાસે તેમના એરબેઝ પર ફાઇટર જેટ તહેનાત કર્યા છે.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના સ્કાર્દૂ એરબેઝ પાસે JF-17 ફાઈટર પ્લેનની પણ તહેનાતી કરવાની તૈયારીમાં છે. જે સામગ્રીઓને એરબેઝ પાસે પહોંચાડવામાં આવી છે તે ફાઈટર જેટ સાથે જોડાયેલી છે. જોકે અમુક સૂત્રોનું એવું પણ કહેવું છે કે, પાકિસ્તાન ટૂંક સમયમાં આ એરબેઝ પાસે તેમની વાયુસેનાની એક્સરસાઈઝ કરી શકે છે. જેમાં પાકિસ્તાન સેના પણ સામેલ છે. પાકિસ્તાનના આ કાવતરાં પર ભારતીય સુરક્ષા એજન્સી અને એરફોર્સની નજર છે અને પડોશી દેશના દરેક પગલાંનો જવાબ દેવા માટે ભારત તૈયાર છે.

અહીં ક્લિક કરી વાંચોઃ First Day First Show: હવે રિલીઝ બાદ તરત જ ઘરે બેઠા જોઈ શકશો ફિલ્મ





ઈન્ટેલિજન્સ એજન્સીએ વાયુસેના અને સેનાને વિમાન તહેનાત કરવા વિશે એલર્ટ મોકલ્યું છે. સ્કર્દૂ પાકિસ્તાનનો એક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ છે. પાકિસ્તાન આ એરબેઝનો ઉપયોગ બોર્ડર પર આર્મી ઓપરેશનના સપોર્ટ માટે કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન વાયુ સેના અહીં અભ્યાસ કરવાની યોજના બનાવી રહી છે. આ જ કારણથી તેઓ તેમના વિમાન સ્કર્દૂમાં શિફ્ટ કરી રહ્યા છે.

ન્યૂઝ એઝન્સી ANIના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને બોર્ડર વિસ્તારમાં પોતાના તરફથી સેના વધારવાની શરૂ કરી દીધી છે. શનિવારે પાકિસ્તાન તરફથી c-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સ્કાર્દૂ એરબેઝ પર લાવવાની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે આ પાકિસ્તાની એરક્રાફ્ટ જીવન નિર્વાહની સામગ્રી લઇને આવ્યા છે.
First published:

Tags: Ladakh, પાકિસ્તાન, ભારતીય સેના

विज्ञापन