પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મુલ્તાન, મુઝફ્ફરગઢ અને ફૈસલાબાદ શહેરોમાં છેલ્લા કેટલાય દિવસથી ઘઉંનો લોટ લેવામાં પ્રયાસમાં ચાર વૃદ્ધના મોત થઈ ગયા અને કેટલાય બેભાન થઈ ગયા હતા.
લાહોર: આર્થિક તંગીની વચ્ચે પાકિસ્તાની જનતામાં હાહાકાર મચેલો છે. લોટ લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી વિતરણ કેન્દ્રો પરથી મફતમાં લોટ લેવાની કોશિશ દરમ્યાન લગભગ પાંચ વૃદ્ધ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે. આકાશે આંબતી મોંઘવારીના નિવારણ માટે પંજાબ પ્રાંતમાં ગરીબો માટે મફત લોટ યોજના શરુ કરાઈ છે. તેનો લાભ લેવા માટે સરકારી વિતરણ કેન્દ્રો પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે.
પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મુલ્તાન, મુઝફ્ફરગઢ અને ફૈસલાબાદ શહેરોમાં છેલ્લા કેટલાય દિવસથી ઘઉંનો લોટ લેવામાં પ્રયાસમાં ચાર વૃદ્ધના મોત થઈ ગયા અને કેટલાય બેભાન થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, લોકોને ભારે ભીડ અને વિતરણ કેન્દ્રો પર અસુવિધાના કારણે આ ઘટનાઓ થઈ છે. તેમણે કહ્યું કે, બે લોકોના મોતના કારણે ભાગદોડ થઈ અને બે વ્યક્તિ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાના કારણે થાકથી તેમના મોત થઈ ગયા.
જિલ્લા પ્રશાસન પર લગાવી રહ્યા છે આરોપ
બીજી તરફ પોલીસે લોકોને લાઈનમાં ઊભા રહેનારા લોકોને લાઠીચાર્જ કર્યો. લોકો આ વિતરણ કેન્દ્રો પર જિલ્લા પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરવા અને લોટની કમીનો આરોપ લગાવ્યો છે. લોટ નહીં મળવાને લઈને પાકિસ્તાનના કેટલાય વિસ્તારમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર