શાહબાઝ શરીફ (Prime Minister Shehbaz Sharif) ઇમરાન ખાનનું સ્થાન લેશે
Pakistan Crisis LIVE Updates - ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીના સદસ્યના રુપમાં રાજીનામું આપી દીધું, રાજીનામું આપતા સમયે તેમણે કહ્યું કે તે ચોરો સાથે વિધાનસભાઓમાં બેસશે નહીં
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan Crisis Updates)પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઇ શાહબાઝ શરીફને (Shehbaz Sharif)દેશના આગામી પ્રધાનમંત્રી (Pakistan Prime Minister)તરીકે નિર્વિરોધ રુપથી પસંદ કરવામાં આવ્યા છે.
શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી (Prime Minister Shehbaz Sharif)બની ગયા છે. શાહબાઝને સેનેટ ચેરમેને શપથ અપાવી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે પસંદ થયા પછી ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે પસંદ થવા બદલ શાહબાઝ શરીફને અભિનંદન. ભારત આતંક મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે જેથી અમે પોતાના વિકાસ પડકાર તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને પોતાના લોકોની ભલાઇ અને સમૃદ્ધ સુનિશ્ચિત કરી શકીએ.
શાહબાઝ શરીફે ઇમરાન ખાનનું સ્થાન લીધું છે. જેમને શનિવારે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી દીધા હતા. નવા પ્રધાનમંત્રીની પસંદગી પહેલા ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીના સદસ્યના રુપમાં રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા સમયે તેમણે કહ્યું કે તે ચોરો સાથે વિધાનસભાઓમાં બેસશે નહીં.
સિંધ ગર્વનર પણ રાજીનામું આપ્યું
સિંધ પ્રાંતના ગર્વનર ઇમરાન ઇસ્માઇલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામા પાછળ કારણ બતાવતા તેમણે કહ્યું કે તે શાહબાઝ શરીફને પ્રમુખ બોલી શકે નહીં.
પાકિસ્તાનની નવી સરકારમાં પ્રધાનમંત્રી પદ સંભાળનાર શાહબાઝ શરીફ અને પંજાબના મુખ્યમંત્રી પદના દાવેદાર તેમના પુત્ર હમ્જા શાહબાઝ સામે મની લોન્ડ્રીંગ કેસની તપાસ કરનાર અધિકારી અનિશ્ચિતકાળ માટે રજા પર ચાલ્યા ગયા છે. શાહબાઝ શરીફ અને તેમના પુત્ર હમ્જા સામે 14 અબજ પાકિસ્તાની રૂપિયાના મની લોન્ડ્રીંગનો કેસ ચાલી રહ્યો છે.
કાશ્મીરનો મુદ્દો આગળ કર્યો!
શાહબાઝ શરીફ કાશ્મીર મુદ્દાને આગળ લાવ્યા છે. રવિવારે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ. પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે શક્ય નથી. મતલબ સ્પષ્ટ છે કે તેઓ કાશ્મીરના મુદ્દાને જીવંત રાખવાનો પ્રયાસ કરતા રહેશે. પાકિસ્તાની મીડિયા અનુસાર શાહબાઝની આ નીતિ ત્યાંની સેનાની પણ છે કારણ કે તે પણ કાશ્મીર મુદ્દાને જીવંત રાખવા માંગે છે. આ મુદ્દાના બહાને સેનાને સરકાર તરફથી જંગી બજેટ મળે છે.
આ પહેલા ઇમરાન ખાને ટ્વિટ કરતા કહ્યું કે 1947માં પાકિસ્તાન એક સ્વતંત્ર રાજ્ય બન્યું. જોકે સ્વતંત્રતા સંગ્રામ આજે ફરીથી સત્તા પરિવર્તનના એક વિદેશી ષડયંત્ર સાથે શરુ થાય છે. આ હંમેશા તે દેશના લોકો છે જે પોતાની સંપ્રભુતા અને લોકતંત્રની રક્ષા માટે લડ્યા છે. ઇમરાન ખાને દાવો કર્યો હતો કે તેમની સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે એક વિદેશી ષડયંત્રનું પરિણામ છે. આ માટે વિદેશોથી મળી રહેલા પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર