ન્યૂઝ18 ગુજરાતી : ભારતની વાયુસેના તરફથી આક્રમક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સતત શાંતિની વાત કરી રહ્યું છે. જોકે, આ દરમિયાન તેનું બેવડું વલણ ધ્યાનમાં આવ્યું છે. કારણ કે શાંતિની વાત વચ્ચે પાકિસ્તાન સરહદે સતત ફાયરિંગ કરી રહ્યું છે. સરહદ નજીક રહેલા ગામો પર પાકિસ્તાનની આર્મી તરફથી મોર્ટાર અને તોપમારો કરવામાં આવી રહ્યો છે. કાશ્મીરના નૌશેરા સેક્ટરના કલાકમાં પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે, આ વખતે તેમના સૈનિકો તરફથી તોપના ગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આમાંથી એક તોપના ગોળાની તસવીર ન્યૂઝ18ને મળી છે. આ તોપનો ગોળો એક ઘર ઉપર પડ્યો હતો. જોકે, સદનસિબે તે ફૂટ્યો ન હતો. સામાન્ય રીતે સીઝફાયરના ઉલ્લંઘન વખતે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ હવે પાકિસ્તાન સૈના તરફથી તોપના ગોળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનો સીધો મતલબ એવો છે કે પાકિસ્તાન ભારતીય આર્મીને વધારેમાં વધારે નુક્સાન પહોંચાડવા માંગે છે.
Jammu & Kashmir: Pakistan violated ceasefire at Gawahalan, Chokas, Kiker and Kathi posts in Uri sector last night. One civilian was injured and is currently in a hospital for treatment.
ઉલ્લેખનીય છે કે ભારતીય એરફોર્સ તરફથી પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વના બાલાકોટ વિસ્તારમાં જૈશના આતંકી અડ્ડાઓ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જે બાદમાં પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રાજૌરી અને પૂંછ વિસ્તારમાં સામાન્ય લોકો તેનો શિકાર બની રહ્યા છે. નોંધનીય છે કે સામાન્ય લોકોને બચાવવા માટે ભારત 14 હજારથી વધારે બંકર બનાવી રહ્યું છે.
પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલો તોપનો ગોળો
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી તરફથી શાંતિની પહેલી કરવામાં આવી છે. પાકિસ્તાનનું કહેવું છે કે તે શાંતિ માટે કોઈ પણ પગલાં ભરવા માટે તૈયાર છે. સાથે જ તે પુલવામા હુમલામાં જૈશની સંડોવણી અંગેના પુરાવા ભારત પાસે માંગી રહ્યું છે. આ સંદર્ભે ભારત તરફથી પાકિસ્તાનને ડોઝિયર સોંપવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર