સુરક્ષાદળો સાથે અથડામણમાં માર્યા ગયેલા પાકિસ્તાનના હિઝબુલ આતંકી બુરહાન વાણીને આઝાદીનો ચહેરો (ફ્રીડમ આઇકોન) જાહેર કરાયો છે. પાકિસ્તાને અન્યાય સામે કાશ્મીરીઓના સંઘર્ષનું સમર્થન કરતા બુરહાન વાણીના સન્માનમાં 20 પોસ્ટ ટિકિજ રજૂ કરી છે.
અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પોસ્ટના એક વરીષ્ઠ અધિકારીના હવાલાથી આ માહિતી આપી હતી. રિપોર્ટમાં જણાવ્યું છે કે, પરેશાન કરનારી અનેક તસવીરો સાથે 24 જુલાઇએ કરાચીથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કાશ્મીરમાંરહેનારા લોકોની દુર્દશાને ઉજાગર કરનારી ટિકિટ રજૂ કરવામાં આવી હતી.
રજૂ કરવામાં આવેલી ટિકિટમાં બુરહાન વાણી (1994-2016) આઝાદીના હીરો (ફ્રીડમ આઇકોન) જેવા કેપ્શન લખ્યા છે. ઉલ્લેખનીય છે કે, 8 જુલાઇ 2016ના દિવસે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 22 વર્ષીય બુરહાન વાણીની સાથે તેના બે સહયોગી માર્યા ગયા હતા.
માર્યા ગયેલા હિઝબુલ કમાન્ડર ઉપરાંત સ્મારક ટિકિટ ઉપર હાજર અન્ય કેપ્શનમાં રાસાયણિક હથિયારનો ઉપયોગ, પેલેટ ગન, સામૂહિક કબ્ર, બ્રેડ ચોપિંગનો ઉપયોગનો સમાવેશ છે. ટિકિટ ઉપર અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની તસવીર છે.
સમાચાર પત્રના રિપોર્ટ પ્રમાણે ટિકિટોને બ્યૂરો, કરાચી દ્વારા કાશ્મીર માર્ટર્સ ડે ઉપર રજૂ કરાઇ હતી. ઇ-બે ઉપર 6.99 ડોલર (લગભગ રૂ.500)માં ઉપલબ્ધ છે. જેની કિંમત 8 પાકિસ્તાની રૂપિયા પ્રતિ ટિકિટ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં પોસ્ટ ટિકિટનો સંગ્રહક આ વાત ખુશ નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર