પાકિસ્તાને ખોલી એરસ્પેસ, હવે ભારતીય પ્લેન પસાર થઈ શકશે

News18 Gujarati
Updated: July 16, 2019, 7:50 AM IST
પાકિસ્તાને ખોલી એરસ્પેસ, હવે ભારતીય પ્લેન પસાર થઈ શકશે
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાને ફેબ્રુઆરીમાં બાલાકોટ હવાઈ હુમલા બાદથી ભારતીય પ્લેનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાને નાગરિક ઉડાણો માટે પોતાની તમામ એરસ્પેસને ખોલી દીધી છે. પાકિસ્તાને ફેબ્રુઆરીમાં બાલાકોટ હવાઈ હુમલા બાદથી ભારતીય ફ્લાઇટોને પસાર થવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદથી ભારતીય પ્લેન અહીંથી નહોતા પસાર થતાં. પાકિસ્તાન મહત્વપૂર્ણ એવિએશન કોરિડોરની વચ્ચે આવે છે. આ પ્રતિબંધને કારણે દરરોજ હજારો યાત્રી અને માલવાહક પ્લેનોની ઉડાણો પર અસર પડી રહી હતી. તેના કારણે એરલાઇન્સોને ઇંધણ પર વધુ ખર્ચ ઉઠાવવો પડતો હતો. બીજી તરફ, યાત્રીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં પહેલાથી વધુ સમય લાગી રહ્યો હતો. આ ઉપરા્રત પાકિસ્તાનને પણ તેનાથી ભારે નુકસાન વેઠવું પડતું હતું. એક અનુમાન મુજબ, પાકિસ્તાનને એક ફ્લાઇટથી સરેરાશ 500 ડોલર મળતા હતા. પરંતુ એરસ્પેસ બ્રધ થયા બાદથી તેની કમાણી બંધ થઈ ગઈ હતી.

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પ્રતિબંધ લાદ્યો હતો

પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ ત્યારે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું જ્યારે ભારતે બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મ્દના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી પુલવામા હુમલાનો બદલો લીધો હતો. એર સ્ટ્રાઇકથી 12 દિવસ પહેલા 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો જેમાં 40 જવાન શહીદ થયા હતા.

આ પણ વાંચો, ફેબ્રુઆરીમાં પ્લેન ક્રેશમાં શહીદ થયા હતા પતિ, હવે વાયુસેનામાં સામેલ થઈ પત્ની

ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું હતું F-16 ફાઇટર પ્લેન

26 જાન્યુઆરીના બીજા દિવસે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વાયુસેનાએ દક્ષિણ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી ભારતીય સેનાના ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ફાઇટર પ્લેનોને પાછળ ધકેલવા ઉપરાંત F-16 ફાઇટર પ્લેનને પણ તોડી પાડ્યું હતું.
First published: July 16, 2019, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading