ક્વેટા: પાકિસ્તાનમાંથી ભીષણ રોડ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં રવિવારે સવારે ફુલ સ્પિડે આવતી બસ લપસીને ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 37 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે અને અન્ય 4 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
બીબીસીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ ફુલ સ્પિડમાં હતી અને ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો હતો. બસ ખીણમાં પડ્યા બાદ આગ લાગી ગઈ હતી. તો વળી ડેલી પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, બેલા સહાયક આયુક્તે 18 સ્થાનિક લોકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાથી કરાચી જઈ રહેલી બસ ખીણમાં પ઼ડ્યા બાદ આગ લાગી ગઈ હતી.
પ્રાથમિક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આ બસમાં કમસેકમ 48 લોકો સવાર હતા. બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બચાવ અભિયાન ચાલું હોવાથી મોતનો આંકડો વધી શકે છે. ઘાયલ લોકોને લાસબેલાની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. દુર્ઘટનાસ્થળ પર ફાયર, બચાવકર્મી અને સુરક્ષાકર્મી હાજર છે. સ્થાનિક લોકો પણ અહીં મદદ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર