ઈસ્લામાબાદ. પાકિસ્તાન (Pakistan)ના અપર કોહિસ્તાન (Upper Kohistan) વિસ્તારના લેબર કેમ્પની પાસે બુધવારે બસમાં થયેલા બ્લાસ્ટમાં 10 લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. આ બસમાં ચીની નાગરિકો (Chinese Citizens) સવાર હતા. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા મુજબ, મૃતકોમાં 6 ચીની એન્જિનિયર અને સુરક્ષા દળના 2 જવાન સામેલ છે.
પાકિસ્તાની મીડિયા મુજબ, બસ દસૂ ડેમ પર કામ કરી રહેલા ચીની એન્જિનયરોને લઈને જઈ રહી હતી. બસમાં 30 એન્જિનિયર અને કર્મચારી સવાર હતા. બસની સુરક્ષા પાકિસ્તાની સૈનિક કરી રહ્યા હતા. અચાનક બસમાં બ્લાસ્ટ થયો. બોમ્બ ક્યાં મૂકવામાં આવ્યો હતો અને કેટલી ડેન્સિટી હતી તેના વિશે હાલ કોઈ જાણકારી નથી મળી. ડેપ્યુટી કમિશ્નર મોહમ્મદ આરિફે જણાવ્યું કે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિક મીડિયા મુજબ, ઘટનાસ્થળે પોલીસ અને રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
કોહિસ્તાનના ડેપ્યુટી કમિશ્નર આરિફ ખાને જણાવ્યું કે, આ હુમલો સવારે લગભગ 7:30 વાગ્યે થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ ચીની કર્મચારીઓને ડેમ પ્રોજેક્ટની પાસે બસથી લઈ જવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ બસમાં ચીની નાગરિકો ઉપરાંત અનેક સુરક્ષાકર્મી અને શ્રમિકો સવાર હતા. આરિફ ફાને જણાવ્યું કે, રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ અને સેનાના સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી દીધો છે અને હુમલો કરનાર લોકોની તલાશ ચાલી રહી છે.
આ પહેલા ખૈબર પખ્તૂનખ્વામાં મંગળવારે આતંકવાદીઓએ (Terrorists) પાકિસ્તાની આર્મી (Pakistani Army)ને નિશાન બનાવી હતી. તેમાં પાકિસ્તાની આર્મીના એક કેપ્ટન સહિત 12 સૈનિકોના મોત થયા હતા. આ ઉપરાંત 15 જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ 6 ટેલીકોમ ઓપરેટર્સને બંધક બનાવી દીધા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર