Home /News /national-international /પાકિસ્તાન સરકારના અજીબોગરીબ નિર્ણય બાદ કોઇ કાર ખરીદવાનું પણ નહીં વિચારે

પાકિસ્તાન સરકારના અજીબોગરીબ નિર્ણય બાદ કોઇ કાર ખરીદવાનું પણ નહીં વિચારે

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન (AP)

પાકિસ્તાન (Pakistan)ના લોકો માટે હવે પોતાની કાર ખરીદવી (car Sale) પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગઈ છે. દેશમાં નવી કારોના ભાવ આસમાને પહોંચ્યા છે

    પાકિસ્તાન (Pakistan)ના લોકો માટે હવે પોતાની કાર ખરીદવી (car Sale) પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગઈ છે. દેશમાં નવી કારોના ભાવ આસમાને પહોંચ્યા છે. ARY ન્યૂઝ અનુસાર પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી (National Assembly of Pakistan)એ વિવાદાસ્પદ બિલ પસાર કર્યું છે, જેને સામાન્ય રીતે ‘મિની-બજેટ’ (Mini-budget) તરીકે ઓળખવામાં આવે છે. આ અંતર્ગત કાર પરનો ટેક્સ 100% વધારી દેવામાં આવ્યો છે.

    રિપોર્ટ અનુસાર દેશના સિંધ એક્સાઇઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટે ફાઇનાન્સ (સપ્લીમેન્ટરી) એક્ટ 2022 દ્વારા કર પરના ટેક્સમાં વધારો ઝીંકી દીધો છે. જેના પછી પાકિસ્તાનમાં વાહનોના ભાવમાં ભારે ભરખમ વધારો થયો છે. પાકિસ્તાનના વિરોધ પક્ષોની ટીકાઓ છતાં આ બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે 1001cc થી 2000cc એન્જિન ક્ષમતા ધરાવતી કાર પર ટેક્સ વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે જે પહેલા 1 લાખ રૂપિયા હતો.

    4 લાખ રૂપિયા ટેક્સ આપવો પડશે

    હવે આવા કાર માલિકો જેમની પાસે 2001ccથી વધુ એન્જિન ક્ષમતાવાળી કાર છે. તેમણે 4 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. એવું માનવામાં આવે છે કે આ એક એવો નિર્ણય છે જે પાકિસ્તાનના ઓટોમોટિવ ઈન્ડસટ્રીની કમર તોડી નાંખશે. પાકિસ્તાનમાં કુલ વેચાણમાં આ શ્રેણીની કારનો મોટો હિસ્સો છે. સામાન્ય રીતે કરમાં વધારો અથવા ઘટાડા સાથે માંગમાં વધારો અને ઘટાડો થવાની સંભાવના વધી જાય છે.

    આ પણ વાંચો:  કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલનો દીકરો બન્યો મોસ્ટવોન્ટેડ ક્રિમિનલ Dawood, જાણો ક્રાઇમ કુંડળી

    ખુબ જ ખરાબ હાલતમાં પાકિસ્તાન

    હાલમાં પાકિસ્તાન જંગી દેવામાં ડૂબી ગયું છે અને દેશમાં મોંઘવારી પણ ઝડપથી વધી રહી છે. આ અગાઉ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ સ્વીકાર્યું હતું કે દેશમાં ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં વધારો થતાં લોકો ભારે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.

    આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કરુણ રોડ અકસ્માત, BJP ધારાસભ્યના દીકરા સહિત 7 મેડિકલ સ્ટુડન્ટના મોત

    વેચાણમાં 15%નો ઘટાડો થશે

    પાકિસ્તાનની ઇન્ડસ મોટર કંપનીના CEO અલી અસગર જમાલીએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે,‘જો નવા બજેટની જાહેરાત પહેલા ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેના પરિણામે સ્થાનિક રીતે એસેમ્બલ વાહનોના વેચાણમાં 10-15 ટકાનો ઘટાડો થશે.’ આ કારણે પાકિસ્તાન સરકારે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાતી વાહનો પર ટેક્સ વધારવાની ભલામણ કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Auto news, Car Bike News, Imran Khan, Inflation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन