પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટેરર કેમ્પ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની વાયુ સેનાએ ભારતની સૈન્ય છાવણીઓ ઉપર પણ આવો જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ પોતાના આ પ્રયાસમાં સમગ્રપણે નિષ્ફળ રહ્યા.
સમાચાર એજન્સી એએનઆઈએ સરકાર સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી જણાવ્યું કે પાકિસ્તાની વાયુસેનાના લગભગ 20 પ્લેન 27 ફેબ્રુઆરીએ ભારતીય સીમાની તરફ આવ્યા હતા. આ ટુકડીમાં અમેરિકન F16 પ્લેન, ફ્રાન્સના મિરાજ-III અને ચીનના JF-17 પ્લેન સામેલ હતા. આ પ્લેનોએ ત્રણ સ્થળે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતાં 1000 કિલોગ્રામવાળા 11 H-4 બોમ્બ વરસાવ્યા, પરંતુ તેમાંથી કોઈ પણ નિશાના પર ન પડ્યા.
પાકિસ્તાની વાયુસેનાના મિરાજ-IIIs પ્લેનો દ્વારા ફેંકવામાં આવેલા H-4 બોમ્બ એવું હથિયાર માનવામાં આવે છે, જે દૂરથી છોડી શકાય છે. જેથી દુશ્મન સેનાની જવાબી કાર્યવાહીની સ્થિતિમાં ફાઇટર પ્લેન તરત બચીને જઈ શકે. આ બોમ્બ બાલાકોટ પર હુમલામાં ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા સ્પાઇસ 2000 બોમ્બ સાથે મેળ ખાય છે.
એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, આ H-4 બોમ્બ એટલા ચોક્કસ નહોતા અને લક્ષ્ય ભેદવામાં સમગ્રપણે નિષ્ફળ રહ્યા. તેની સાથે જ તેમણે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સેનાના કેમ્પ ઉપર પણ પાકિસ્તાની વાયુસેનાએ બોમ્બ વરસાવ્યા હતા, પરંતુ ઈમારતની પાસે આવેલા વૃક્ષોને ટકરાયા તેથી બોમ્બ લક્ષ્ય સુધી ન પહોંચી શક્યા.
સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે એએનઆઈને જણાવ્યું કે, ભારતીય જેટની ચોકસીના કારણે પાકિસ્તાની વાયુસેનાનો હુમલો નિષ્ફળ કરી દેવામાં આવ્યો. અમારા ફાઇટર પ્લેનની તત્પરતાના કારણે પાકિસ્તાની જેટ્સે ઉતાવળમાં પોતાના બોમ્બ ફેંકી દીધા, જે નિશાનાથી ઘણા દૂર રહ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર