શેખુપુરા : પાકિસ્તાનથી (Pakistan) એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. શેખુપુરામાં (Sheikhupura) એક ટ્રેન અને મિની બસની વચ્ચે જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 29 શીખ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ લોકલ મીડિયાના હલાવાથી જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 8 તીર્થયાત્રી ઈજાગ્રસ્ત પણ થયા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ દુર્ઘટના નનકાના સાહિબની (Nankana Sahib) પાસે ફાટક વગરના રેલ્વે ક્રોસિંગ પર થઈ છે. પાકિસ્તાનના રેલવે મંત્રાલયે પણ આ ઘટનાની પૃષ્ટિ કરી છે.
પાકિસ્તાનના રેલવે મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રેલવે અને જિલ્લા પ્રશાસનના અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તીર્થયાત્રીઓની લાશને બહાર કાઢવામાં આવી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે બસમાં મોટા ભાગના તીર્થ યાત્રી સવાર હતા, જે નનકાના સાહિબથી પાછા જઈ રહ્યા હતા.
A bus carrying Sikh pilgrims was hit by a train in Sheikhupura district in Pakistan's Punjab, 19 passengers killed, 8 injured: Local media pic.twitter.com/udx1E5Aqv7