Video : સેનાએ બે પાક. સૈનિકોને ઠાર કર્યા, મૃતદેહ લેવા પહોંચ્યા પાક. સૈનિકો

વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનના સૈનિકો પોતાના માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહ લઈને જઈ રહ્યા છે. આ વીડિયો હાજીપુર સેક્ટર (Hajipur Sector)નો છે.

News18 Gujarati
Updated: September 14, 2019, 12:40 PM IST
Video : સેનાએ બે પાક. સૈનિકોને ઠાર કર્યા, મૃતદેહ લેવા પહોંચ્યા પાક. સૈનિકો
સફેદ ઝંડા સાથે પાકિસ્તાની સૈનિકો.
News18 Gujarati
Updated: September 14, 2019, 12:40 PM IST
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) સ્થિત હાજીપુર સેક્ટર (Hajipur Sector)માં ભારતીય સેનાએ બે પાકિસ્તાની (Pakistan) સૈનિકોને ઠાર માર્યા છે. 10 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું, જે બાદમાં ભારતીય સેનાએ વળતી કાર્યવાહીમાં બે પાકિસ્તાનીને ઠાર માર્યા હતા. પાકિસ્તાનના સૈનિકો સફેદ ઝંડો લઈને આવ્યા હતા અને માર્યા ગયેલા પોતાના સૈનિકોના મૃતદેહને પોતાની સાથે લઈ ગયા હતા.

આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમાચાર એજન્સી ANI તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ સફેદ ઝંડો લઈને આવે છે અને મૃતદેહનું સ્થળ જોઈને જાય છે. જે બાદમાં બંને સૈનિકોના મૃતદેહને વારાફરતી લઈ જવામાં આવે છે.



નોંધનીય છે કે આ વર્ષે પાકિસ્તાન અત્યાર સુધી 1889 વખત સીઝફાયર ઉલ્લંઘન કરી ચુક્યું છે. આ આંકડો 2018ના વર્ષ કરતા વધારે છે.

વર્ષ 2018માં પાકિસ્તાને કુલ 1629 વખત સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું. આ પ્રકારની હરકત બાદ ભારતીય સેના પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપે છે. જે બાદમાં પાકિસ્તાન અનેક વખત ભારતીય સેનાને વળતી કાર્યવાહી ન કરવા કે પછી સીઝફાયરને પહેલા જેવી સ્થિતિમાં લાવવાની વિનંતી કરી ચુક્યું છે.


Loading...

2018ના વર્ષના આંકડા પર નજર કરીએ તો સુરક્ષાદળોએ કુલ 252 આતંકીઓનો સફાયો કર્યો હતો. જોકે, ઓગસ્ટના મહિનામાં સેનાએ એક જવાનની શહીદી વહોરવી પડી હતી.

ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાન કુલ 271 વખત ગોળીબાર કરી અને સીઝફાયર ઉલ્લંઘન કરી ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાન સેનાએ આર્ટિલરી તોપનો ઉપયોગ કર્યો હતો.
First published: September 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...