Home /News /national-international /

સિયાલકોટમાં વધી હલચલ, પાકિસ્તાની સેનાએ તહેનાત કરી ટેન્ક: રિપોર્ટ

સિયાલકોટમાં વધી હલચલ, પાકિસ્તાની સેનાએ તહેનાત કરી ટેન્ક: રિપોર્ટ

(ફાઇલ ફોટો)

ટ્વિટર પર #Sialkot ટોપ ટ્રેન્ડ પર, આ વિસ્તાર પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં આવેલો છે

    ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાનમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાને ધમકી આપી છે કે આ હુમલાનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે. આ દરમિયાન ટ્વિટર પર #Sialkot ટોપ ટ્રેન્ડમાં છે. આ વિસ્તાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલો છે અને પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાની સેનાએ સિયાલકોટ બોર્ડર પર ટેન્ક તહેનાત કરી દીધી છે. જોકે, હજુ સુધી આ અહેવાલની કોઈ ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ.

    ટ્વિટર પર સિયાલકોટ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.


    પાકિસ્તાનના અનેક પત્રકાર અને સામાન્ય લોકો ટ્વિટર પર સિયાલકોટ હેશટેગની સાથે ટ્વિટ કરી રહ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેનાએ સિયાલકોટ સીમા પર હલચલ તેજ કરી દેવામાં આવી છે. લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાન જે રીતે બોર્ડર પર પોતાની ટેન્ક તહેનાત કરી રહ્યું છે, તેનાથી સ્થિતિ ઘણી નાજુક નજરે પડી રહી છે.

    તેમાં પાકિસ્તાનના પત્રકાર વજાહત કાજમી પણ સામેલ છે, જેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, પાકિસ્તાન અને ભારતની વચ્ચે નિયંત્રણ રેખા પર સ્થિત સિયાલકોટ સેક્ટર જંગના મેદાનમાં ફેરવાઈ ગયું છે. અહીં બંને તરફથી ભારે ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન તરફથી વાયુસેનાના પેટ્રોલિંગની વચ્ચે ટેન્ક તહેનાત કરી દેવામાં આવી છે.

     ટ્વિટર પર પાકિસ્તાની નાગરિકો તરફથી સિયાલકોટ સેક્ટરમાં ફાઇટર જેટના અવાજ સાંભળવાની વાત પણ કહેવામાં આવી રહી છે. જોકે, આ તમામ દાવાઓની વચ્ચે હજુ સુધી કોઈ પણ તરફથી આ ખબરની ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ. ન તો પાકિસ્તાની સેના અને ન તો ભારત તરફથી આવી કોઈ જાણકારી આપવામાં આવી છે.

     ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ PoKમાં ઘૂસીને જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. મંગળવારની રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે એક સાથે 12 મિરાજ 2000 ફાઇટર પ્લેને બાલાકોટમાં આતંકીઓના મોટા ઠેકાણાઓ પર હુમલો કર્યો અને તેની સમગ્રપણે નષ્ટ કરી દીધા. સૂત્રો મુજબ, આ હુમલામાં બેથી ત્રણ સો આતંકીઓ માર્યા ગયા હોવાની સૂચના છે.

    આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઇક બાદ હાઇએલર્ટને પગલે સોમનાથ મંદિર ખાતે NSG કમાન્ડો તહેનાત
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Air Strike, Pak tanks, Pakistan Army, Pok, Sialkot, Surgical strike 2

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन