ન્યૂઝ 18 ગુજરાતી: મંગળવારે પાકિસ્તાની ફાઇટર જેટ પ્લેન ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ વિમાનોનો પીછો કરતા તેમને પરત ધકેલવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારત પાકિસ્તાનની સીમા પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાનની આર્મીના વડા બાજવાને ભારતીય સેનાના હુમલાની બીક છે.
જીયો ટીવીની વેબસાઇટ પર છપાયેલા અહેવાલ મુજબ, આર્મી ચીફ બાજવાએ બુધવારે પાકિસ્તાની સાંસદો સાથે ફોન પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત વળતો હુમલો કરી શકે છે. તેમને ભારતના હુમલાની ચિંતા સતાવી રહી છે.
મંગળવારે ભારતીય હવાઈ સીમા ક્રોસ કરી અને પાકિસ્તાનના ફાઇટર પ્લેન એફ 16 ઇન્ડિયન સરહદમાં ઘુસ્યા હતા જેમાં ભારતે તેમના ફાઇટર પ્લેનને તોડી પાડ્યું હતું. જોકે, વળતી કાર્યવાહી દરમિયાન ભારતનું એક મીગ 21 ક્રેશ થયું હતું. પ્લેનમાંથી પેરાશૂટની મદદથી કૂદેલા ભારતીય પાઇલટ અભિનંદનન પાકિસ્તાને બંધક બનાવી લીધા હતા. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે અભિનંદનને મુક્ત કરવામાં આવે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીએ સ્થિતિ સામાન્ય થયા બાદ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
LoCcમાં ક્રેશ થયેલા ભારતના પ્લેન મીગ 21માંથી પેરાશૂટની મદદથી નીચે ઊતરેલા વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિની માંગ કરતા ફાતીમા ભુટ્ટોએ અમેરિકાના અખબાર 'ધી ન્યૂયોર્ક ટાઇમ્સ'માં એક કોલમમાં લખ્યું કે મેં અને મારા જેવા અનેક યુવાનોએ માંગ કરી છે કે અભિનંદનને મુક્ત કરવામાં આવે. આપણે આખી જીંદગી યુદ્ધમાં જીવ્યા છે, હું પાકિસ્તાની સૈનિકોને મરતા જોવા માંગતી નથી. આપણે અનાથોનો દેશ જાણી જોઈને ન બની શકીએ.”