પાકિસ્તાનની લગભગ તમામ બેંકનો ડેટા હેક: મીડિયા રિપોર્ટ

News18 Gujarati
Updated: November 7, 2018, 1:37 PM IST
પાકિસ્તાનની લગભગ તમામ બેંકનો ડેટા હેક: મીડિયા રિપોર્ટ
લગભગ દસ બેંકોના આંતરરાષ્ટ્રિય લેણ-દેણ પર રોક લગાવવામાં આવ્યો.

લગભગ દસ બેંકોના આંતરરાષ્ટ્રિય લેણ-દેણ પર રોક લગાવવામાં આવ્યો.

  • Share this:
પાકિસ્તાનમાં ચાલી રહેલી લગભગ તમામ બેંકોના ડેટા ચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. મિડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના સાઈબર ક્રાઈમના એક વરિષ્ઠ અધિકારીએ આ વાત કરી હતી.

જિયો ન્યુઝની એક ખબર પ્રમાણે, લગભગ 10 બેંકો દ્વારા તમામ આંતરરાષ્ટ્રિય લેણ-દેણ પર રોક લગાવવામાં આવ્યો હતો. આ રોક લગાવ્યાના લગભગ દસ દિવસ બાદ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ સંબંધિત ડેટામાં ચોરી વિશે ચિંતા કર્યા પછી બેંકોએ આ પગલાં લીધાં હતાં.

ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ) ના સાયબર ક્રાઈમ બ્રાંચના ડિરેક્ટર કેપ્ટન મોહમ્મદ શોએબએ આઘાતજનક ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, "અમારા તરફથી મળેલા એક તાજેતરના અહેવાલ અનુસાર લગભગ તમામ બેંકોનો ડેટા હેક કરવામાં આવ્યો છે."

તેમણે જણાવ્યું હતું કે એફઆઈએએ તમામ બેંકોને પત્ર લખ્યા છે અને બેંકોના પ્રમુખો તેમજ સુરક્ષા વ્યવસ્થા માટે બેઠક ગોઠવવામાં આવી છે.
First published: November 7, 2018
વધુ વાંચો
अगली ख़बर