J&Kમાં સેના જવાનો ખડકવામાં આવતા જ પાકિસ્તાન ગભરાયું, બનાવી સ્પે. સેલ

News18 Gujarati
Updated: February 23, 2019, 11:08 PM IST
J&Kમાં સેના જવાનો ખડકવામાં આવતા જ પાકિસ્તાન ગભરાયું, બનાવી સ્પે. સેલ
પ્રવક્તાએ જણાવ્યું કે, આ સેલ અઠવાડીયાના સાત દિવસ કોઈ પણ બ્રેક વગર કામ કરતું રહેશે.

પ્રવક્તાએ જણાવ્યું કે, આ સેલ અઠવાડીયાના સાત દિવસ કોઈ પણ બ્રેક વગર કામ કરતું રહેશે.

  • Share this:
પુલવામા આતંકી હુમલા બાદ જમ્મમુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અને 24 કલાકમાં ઘાટીમાં બદલાયેલી પરિસ્થિતિથી પાકિસ્તાનના હૃદયના ધમકારા ઝડપી થઈ ગયા છે. 100 વધારાની પેરામિલેટ્રી કંપનીઓ કાશ્મીરમાં મોકલાવાના સમાચાર જેવા પાકિસ્તાન પહોંચ્યા, ત્યાં સરકારમાં ખલબલી મચી ગઈ છે. શનિવારે કેલાક કલાકની અંદર જ પાકિસ્તાનના વિદેશ વિભાગે બંને દેશ વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખવા એક સ્પેશ્યલ સેલની રચના કરી દીધી. તમને જણાવી દઈએ કે, શનીવારે બોર્ડર પર પાકિસ્તાનની ગોળીબારીનો ભારતીય સુરક્ષાદળોએ જબરદસ્ત જવાબ આપ્યો છે.

પાકિસ્તાન વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફેસલે જણાવ્યું કે, ક્રાઈસિસ મેનેજમેન્ટ સેલ બોર્ડરની પરિસ્થિતિ પર પળે-પળની જાણકારી તમામ સંબંધીત પક્ષો અને પોતાના કૂટનીતિક સંપર્કોને ઉપલબ્ધ કરાવશે. એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, પ્રવક્તાએ જણાવ્યું કે, આ સેલ અઠવાડીયાના સાત દિવસ કોઈ પણ બ્રેક વગર કામ કરતું રહેશે.

આના એક દિવસ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ નિયંત્રણ રેખાનો પ્રવાસ કર્યો હતો. આ બાજુ, પીઓકેના લોકોને પાકિસ્તાને પહેલા જ એલર્ટ કરી રાખ્યા છે. અસલમાં પાકિસ્તાનને ડર છે કે, ઉરી હુમલા બાદ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકની જેમ ભારત અગામી દિવસોમાં કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે.

આ બાજુ, ભારત સરકારે અલગાવવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઓછામાં ઓછા 150 લોકોની ધરપકડ કરવાથી ઘાટીમાં શનીવારે તણાવનો માહોલ બન્યો છે. અટકમાં લેવામાં આવેલા લોકોમાં મુખ્ય રૂપે જમાત-એ-ઈસ્લામી જમ્મુ એન્ડ કાશ્મીરના ચીફ અબ્દુલ હમીદ ફૈયાઝ અને JKLF ચીફ યાસિન મલિક સામેલ છે. જોકે, પોલીસે આને નિયમિત પ્રક્રિયા જણાવી કહ્યું કે, કેટલાક નેતાઓ અને સંભવિત પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કેટલાક અધિકારીનું કહેવું છે કે, જમાત-એ-ઈસ્લામી પર આ પહેલી મોટી કાર્યવાહી છે. આ સંગઠન પૂર્વ હિઝબુલ મુઝાહિદ્દીનની રાજનૈતિક શાખા તરીકે કામ કરતું હતું.
First published: February 23, 2019, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading