ભારતે સીમા પાર કરનારા પાક.ના F-16ને તોડી પાડ્યું; પાક. ગભરાયું

F-16ની ફાઇલ તસવીર

ભારત દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનની ટેરીટરમાં નૌશેરા સેક્ટરના લામ વેલીમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે

  • Share this:
    ભારતીય સીમામાં ઘૂસી જનારા પાકિસ્તાન એરફોર્સના F16 ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે. ભારત દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનની ટેરીટરમાં નૌશેરા સેક્ટરના લામ વેલીમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે.

    આ દરમિયાન ગૃહ મંત્રી રાજનાથ સિંહે તમામ અર્ધસૈનિક દળોના મહાનિદેશક સાથે મુલાકાત કરી વે. સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે સિંહે બોર્ડર પર સ્થિતિ વિશે માહિતી મેળવી અને તમામ દળોને સમગ્રપણે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે. નોર્થ બ્લોકમાં થયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રો ચીફ, ગૃહ સચિવ સહિત અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા. એનએસએ ડોભાલે પીએમ મોદીને હાલની સ્થિતિ અંગે માહિતગાર કર્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની એરફોર્સના પ્લેન F16ને ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહીમાં તોડી પાડ્યું છે. એજન્સીએ તેની સાથે જણાવ્યું કે પાકિસ્તાની સીમાના લગભગ 3 કિલોમીટર અંદર સ્થિત લામ ઘાટીમાં પેરાશૂટ ઉતરતું જોવા મળ્યું છે. પ્લેનના પાયલોટોની કોઈ જાણકારી નથી મળી.

     આ પહેલાં પાકિસ્તાની વાયુસેનાના 3 F16 પ્લેન બુધવારે ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા. આ પ્લેન નૌશેરા સેક્ટરની બિમ્બર ગલીમાં ઘૂસ્યા અને ત્યાં પહાડો પર રોકટ ફેંકીને ભાગી ગયા હતા.

    આ પણ વાંચો, પાક. વાયુસેનાએ ભારતીય સીમામાં બોમ્બ ફેંક્યા: રિપોર્ટ; J&Kમાં તમામ કોમર્શિયલ ફ્લાઇટ સેવા બંધ








    પાકિસ્તાને એરપોર્ટ્સ કર્યા બંધ

    પાકિસ્તાને લાહોર, મુલતાન, ફૈસલાબાદ, સિયાલકોટ અને ઇસ્લામાબાદ એરપોર્ટ ખાતેથી ડોમેસ્ટિક અને આતંરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા બંધ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાનની હવાઈ સરહદમાંથી પસાર થતી આતંરરાષ્ટ્રીય ફ્લાઇટોને પણ અસર પહોંચી છે. ભારત અને પાકિસ્તાન પરથી ઉડતી અમુક ફ્લાઇટ પરત ફરી છે, તેમજ અમુક એરલાઇન કંપનીઓએ પોતાના પાયલટ્સને વૈકલ્પિક રસ્તેથી ફ્લાઇટને લઈ જવાની સૂચના આપી છે.







    Published by:Mrunal Bhojak
    First published: