Home /News /national-international /

પાકિસ્તાનમાં મસૂદ અઝહરના ભાઈ સહિત 44ની ધરપકડ, જૈશ વિરુદ્ધ કાર્યવાહી શરૂ

પાકિસ્તાનમાં મસૂદ અઝહરના ભાઈ સહિત 44ની ધરપકડ, જૈશ વિરુદ્ધ કાર્યવાહી શરૂ

જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરની ધરપકડ થઈ હોવાના અહેવાલો પાકિસ્તાનથી આવી રહ્યાં છે.

પાકિસ્તાનના જુદા જુદા પ્રાંતમાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 44 લોકોની ધરપકડ કરાઈ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની વિરુદ્ધ સરકારે કાર્યવાહી શરૂ કરી છે. સરકારે મૌલાના મસૂદ અઝહરના ભાઈ મુફ્તી રઉફ અને હમાદની ધરપકડ કરી છે. પાકિસ્તાનના જુદા જુદા પ્રાંતમાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 44 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    હમાદ મસૂદ અઝહરનો ભાઈ છે, બંનેનું નામ ભારતીય ડોઝિયરમાં સમાવિષ્ઠ હતું. પાકિસ્તાનના મંત્રી શહીર અફરીદી અને ગૃહ સચિવે પત્રકારોને જાણકારી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે પુલવામામાં થયેલા ફિદાયીન હુમલામાં CRPFના 40 જવાનોના મોત થયા હતા. આ સ્થિતિમાં મૌલાના મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદે તેની જવાબદારી સ્વીકારી હતી. ભારતે પુવાવામાનો બદલો લેવા માટે જૈશના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ સાથે ભારતે જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ ડોઝિયર સોંપ્યું હતું અને તેમાં આ ત્રાસવાદીઓનો ઉલ્લેખ હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Arrest, Masood-azhar, આતંકવાદ, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन