J&K: સમજૂતિ છતાં પાકિસ્તાનને કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં સીમા ઉપર પાકિસ્તાન પોતાની હકરતોથી બાજ આવતું નથી. પાકિસ્તાન રેન્જર્સે સિઝફાયરનું ઉલ્લંઘન કરતા એલઓસીના અખનૂર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું.

જમ્મુ કાશ્મીરમાં સીમા ઉપર પાકિસ્તાન પોતાની હકરતોથી બાજ આવતું નથી. પાકિસ્તાન રેન્જર્સે સિઝફાયરનું ઉલ્લંઘન કરતા એલઓસીના અખનૂર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું.

  • Share this:
    જમ્મુ કાશ્મીરમાં સીમા ઉપર પાકિસ્તાન પોતાની હકરતોથી બાજ આવતું નથી. પાકિસ્તાન રેન્જર્સે સિઝફાયરનું ઉલ્લંઘન કરતા એલઓસીના અખનૂર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં બીએસએફના બે જવાનો શહીદ થયા છે જ્યારે ત્રણ નાગરિકો પણ ઘાયલ થયા છે.

    પાકિસ્તાનની આ હરકતનો સુરક્ષાદળોએ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાની ફૌજે મોડી રાત સુધી લગભગ 1 વાગ્યા સુધી અખનૂર સેક્ટરના પરગવાલ બજારને નિશાન બનાવીને ગોળીબાર કરી હતી. ફાયરિંગમાં બીએસએફના બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જોકે તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.



    મળતી માહિતી પ્રમાણે શહીદોના નામ એએસઆઇ સત્ય નારાયણ યાદવ અને કોન્સ્ટેબલ વિજય કુમાર પાંડ્યે છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ ચાલું છે. ફાયરિંગથી પરગવાલના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.



    ઉલ્લેખનીય છે, 29 મેના દિવસે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડિજીએમઓ સાથે આંતરરાષ્ટ્રીય સીમા ઉપર વર્ષ 2003ની સમજૂતિ અંતર્ગત યુદ્ધ વિરામની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિશેષ હોટલાઇન ઉપર થયેલી વાતચીતમાં કમાંડરોએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય બોર્ડ ઉપર હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ બંને દેશોએ સંમતિ દર્શાવી હતી.
    Published by:Ankit Patel
    First published: