Home /News /national-international /પાકિસ્તાને ફરી પલટી મારી, કહ્યું- અમારા દેશમાં નથી દાઉદ ઈબ્રાહિમ

પાકિસ્તાને ફરી પલટી મારી, કહ્યું- અમારા દેશમાં નથી દાઉદ ઈબ્રાહિમ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે દાઉદ ઈબ્રાહિમ તેમનાં દેશમાં નથી

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે દાઉદ ઈબ્રાહિમ તેમનાં દેશમાં નથી

  નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan) દર વખતની જેમ આ વખતે પણ પોતાના નિવેદનથી પલટી ગયું છે. પાકિસ્તાને શનિવારે આતંકવાદી સંગઠનોના 88 આકાઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવવા સંબંધી જાહેરાત કરીને એ વાત સ્વીકારી હતી કે મુંબઈ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) કરાચીમાં જ છે. તેમણે તેની ઉપર પણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, હવે પકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે દાઉદ ઈબ્રાહિમ તેમનાં દેશમાં નથી.

  પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એ અંગે એક નિવેદન જાહેર કરીને પોતાને ત્યાં દાઉદ ઈબ્રાહિમની ઉપસ્થિતિની વાતને ફરી નકારી કાઢી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેટલાક મીડિયા રિપોર્સ્ માં કહેવામાં આવ્યું છે કે અમે નવા પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. આ રિપોર્ટ ખોટો છે. પાકિસ્તાને કહ્યું કે ભારતીય મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને પોતાની જમીન પર કેટલીક સૂચીબદ્ધ વ્યક્તિઓ (જેમાં દાઉદ પણ સામેલ છે)ની ઉપસ્થિત હોવાની વાત કહી છે. આ રિપોર્ટ નિરાધાર છે.

  નોંધનીય છે કે, શનિવારે પાકિસ્તાની મીડિયાના હવાલાથી અહેવાલ આવ્યા હતા કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ નાણાકીય વ્યવહારો પર નજર રાખનારી સંસ્થા FATFની ગ્રે યાદીથી બહાર આવવાના પ્રયાસ હેઠળ પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને હાફિઝ સઇદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમ સહિત તેમના આકાઓ પર કડક નાણાકીય પ્રતિબંધ લગાવ્યા છે.

  આ પણ વાંચો, દુનિયાનું સૌથી મોંઘું માસ્કઃ હીરા જડિત સોનાના માસ્કની કિંમત 11 કરોડ રૂપિયાથી વધુ

  અહેવાલ મુજબ, આ આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓની તમામ સંપત્તિઓને જપ્ત કરવા અને બેન્ક ખાતાઓને સીલ કરવાનો આદેશ આપ્યો છે. પેરિસ સ્થિત FATFએ જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે યાદીમાં નાખ્યુ હતું અને ઈસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્ય યોજના લાગુ કરવા માટે કહ્યું હતું. પરંતુ કોવિડ-19 મહામારીના કારણે આ સમયમર્યાદા વધારી દેવામાં આવી હતી.

  આ પણ વાંચો, કંદોઈની ખુલી ગઈ કિસ્મત! 250 રૂપિયાની લોટરી ટિકિટથી બની ગયા દોઢ કરોડના માલિક

  પાકિસ્તાની અખબાર ‘ધ ન્યૂઝ’ના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની સરકારે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જાહેર કરેલી નવી યાદીમાં આતંકવાદી સમૂહના 88 આકાઓ અને સદસ્યો પર પ્રતિબંધ લગાવ્યો છે. અધિસૂચનાઓમાં ધોષિત પ્રતિબંધ જમાત ઉદ દાવા, જૈશ એ મોહમ્મદ, તાલિબાન દાએશ, હક્કાની સમૂહ, અલકાયદા અને અન્ય પર પ્રતિબંધ લગાવ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Dawood Ibrahim, અંડરવર્લ્ડ, ડોન, પાકિસ્તાન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन