પાકિસ્તાને કહ્યું- PoKમાં ઘૂસેલા ભારતના ફાઇટર પ્લેનથી કોઈ નુકસાન નથી થયું

પાકિસ્તાને દાવો કર્યો કે એરફોર્સના પ્લેનોએ પરત જતી વખતે ઉતાવળમાં ખુલી જમીન ઉપર જ બોમ્‍બ વરસાવી દીધા, જેનાથી જાનમાલને કોઈ નુકસાન નથી થયું

પાકિસ્તાને દાવો કર્યો કે એરફોર્સના પ્લેનોએ પરત જતી વખતે ઉતાવળમાં ખુલી જમીન ઉપર જ બોમ્‍બ વરસાવી દીધા, જેનાથી જાનમાલને કોઈ નુકસાન નથી થયું

 • Share this:
  પુલવામા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઈન્ડિયન એરફોર્સની કાર્યવાહીથી પરેશાન પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન રી રહી છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો છે કે ઈન્ડિયન એરફોર્સે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે.

  પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કર્યું કે ઈન્ડિયન એરફોર્સના પ્લેનોએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરતા મુજફ્ફરાબાદ સેક્ટરમાં ઘૂસી આવ્યા. પાકિસ્તાન એરફોર્સે તાત્કાલીક કાર્યવાહી કરી. ભારતીય પ્લેન પરત ચાલ્યા ગયા. તેઓએ સાથે જ દાવો કર્યો કે એરફોર્સના પ્લેનોએ પરત જતી વખતે ઉતાવળમાં ખુલી જમીન ઉપર જ બોમ્‍બ વરસાવી દીધા છે, જેનાથી જાનમાલને કોઈ નુકસાન નથી થયું.

   ઉલ્લેખનીય છે કે, આ સ્થળ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં આવે છે. આસિફ ગફૂરે આ પહેલા કહ્યું હતું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો અમારી ઉપર ભારત તરફથી યુદ્ધ થોપવામાં આવે છે તો અમે તેનો યોગ્ય જવાબ આપવા તૈયાર છીએ.

   ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ પાકિસ્તાને ક્રાઇસિસ મેનેજમેન્ટ સેલની રચના કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાને લઈન પાકિસ્તાને આવું કર્યું છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં શનિવારે પ્રકાશિત રિપોર્ટ અનુસાર વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેજલે જણાવ્યું કે આ સેલ બોર્ડર પર થતી ગતિવિધિ પર નજર રાખશે.

  આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઇક 2 : જાણો શું છે આ સ્ટ્રાઇક અને કઈ રીતે તે થાય છે?

  આ પણ વાંચો, ભારતે કરી જોરદાર બોમ્બ વર્ષા, પાકિસ્તાને જાહેર કર્યા Photos
  Published by:Mrunal Bhojak
  First published: