Home /News /national-international /

Pakistan: દીકરાના મોહમાં ત્રણ દીકરીઓની માતાએ માથામાં ખીલી ખોસી

Pakistan: દીકરાના મોહમાં ત્રણ દીકરીઓની માતાએ માથામાં ખીલી ખોસી

ગર્ભવતી મહિલાએ ખોટું પગલું ભર્યું. (પ્રતિકાત્મક તસવીર)

પાકિસ્તાન (Pakistan)માં એક ગર્ભવતી મહિલા (Pregnant women)એ પુત્રની ઈચ્છામાં એવું પગલું ભર્યું કે આખી દુનિયા (World News)માં તેની ચર્ચા થઈ રહી છે. આ મહિલાને પહેલાથી જ ત્રણ પુત્રીઓ છે અને તે આ વખતે પુત્રને જન્મ આપવા માંગતી હતી.

    પાકિસ્તાન (Pakistan)માં એક ગર્ભવતી મહિલાએ પુત્રની ઈચ્છામાં એવું પગલું ભર્યું કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે. આ મહિલાને પહેલાથી જ ત્રણ પુત્રીઓ છે અને તે આ વખતે પુત્રને જન્મ આપવા માંગતી હતી. આના પર મહિલાએ એક વ્યક્તિનો આશરો લીધો હતો જેણે તેને ખાતરી આપી હતી કે જો મહિલા તેની વાત માનશે તો કોઈ પણ સંજોગોમાં છોકરો જન્મશે. આના પર મહિલાએ તેની વાત માની લીધી. આ શખ્સના કહેવાથી મહિલાએ પોતાના જ માથામાં ખીલો ખોસી દીધી હતો. આ પછી તેની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો- કોરોનાનો આગામી પ્રકાર ઓમિક્રોન કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છેઃ WHO

    અહીં ડો. હૈદર ખાને જણાવ્યું કે નકલી પીરના કહેવા પર મહિલાએ હથોડી જેવી ભારે વસ્તુ વડે તેના કપાળ પર બે ઈંચની ખીલી ખોસી મારી હતી. પહેલા મહિલાએ કહ્યું હતું કે આ કામ તેણે જાતે કર્યું છે, પરંતુ થોડા સમય પછી તેણે કહ્યું કે આ ખીલી તે નકલી પીરે જાદુના નામે તેના કપાળ પર ખોસી હતી. પોલીસ આ નિવેદનની તપાસ કરશે. તેણે કહ્યું કે મહિલાના કપાળમાં ફસાયેલ ખીલી કાઢવા માટે ઓપરેશન કરવું પડ્યું. સદ્ભાગ્યે આ ખીલીથી મહિલાના મગજમાં કોઈ ઘા નથી થયો. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ આવા દાવા કરે છે અને તેઓ તેમની સારવાર કરે છે.

    આ પણ વાંચો- જે કામ પોલીસ કરી ના શકી તે યુટ્યુબરે કર્યું... 10 મહિના જૂનો કેસ ઉકેલી નાંખ્યો

    ડૉક્ટર હૈદર ખાને જણાવ્યું કે મહિલાએ પહેલા પણ પેઈર વડે આ ખીલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તે પેશાવર શહેરની એક હોસ્પિટલમાં પહોંચી. અહીં શહેરના પોલીસ વડા અબ્બાસ અહેસાને જણાવ્યું હતું કે અમે હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે અને આશા છે કે પોલીસ ટૂંક સમયમાં મહિલા સુધી પહોંચશે. ત્યાં જ જે વ્યક્તિએ મહિલાના કપાળમાં કથિત રીતે ખીલો માર્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Mother and Son, Pakistan news, World news

    આગામી સમાચાર