પાકિસ્તાન : કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી, 73 પ્રવાસીનાં મોત

News18 Gujarati
Updated: October 31, 2019, 3:01 PM IST
પાકિસ્તાન : કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી, 73 પ્રવાસીનાં મોત
આગ લાગી ત્યારે મોટાભાગના પ્રવાસી ઊંઘી રહ્યા હતા, આગ એટલી ઝડપથી ફેલાઈ કે ભાગવાની તક ન મળી

આગ લાગી ત્યારે મોટાભાગના પ્રવાસી ઊંઘી રહ્યા હતા, આગ એટલી ઝડપથી ફેલાઈ કે ભાગવાની તક ન મળી

  • Share this:
કરાચી : પાકિસ્તાન (Pakistan)ની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ (Karachi-Rawalpindi Tezgam express)માં ગુરુવાર સવારે આગ લાગવાની જાણકારી મળી છે. આ આગમાં સપડાઈને 73 લોકોનાં મોત થયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. પાકિસ્તાની રેલવે મંત્રી રાશિદના જણાવ્યા મુજબ, ટ્રેનમાં આગ લાગવાનું કારણ સિલેન્ડરમાં થયેલો વિસ્ફોટ છે.

મળતી જાણકારી મુજબ, પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ગુરુવાર સવારે રહીમ યાર ખાન રેલવે સ્ટેશનની પાસે લિયાકતપુરની પાસે પહોંચી હતી ત્યારે ટ્રેનની એક બૉગીમાં આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે પ્રવાસીઓને ભાગવાનો પણ સમય ન મળ્યો. મળતા અહેવાલો મુજબ, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે ટ્રેનમાં સવાર પ્રવાસીઓ ઊંઘી રહ્યા હતા. આગમાં સપડાવાવના કારણે અત્યાર સુધી 65 લોકોનાં મોત થયા છે.

પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ મુજબ, પહેલા ટ્રેનની ઇકોનોમી ક્લાસની બે બૉગીઓમાં આગ લાગી, જે બિઝનેસ ક્લાસ સુધી ફેલાઈ ગઈ. આગથી બૉગીઓમાં દોડાદોડી થઈ ગઈ. કેટલાક લોકો જીવ બચાવવા માટે ચાલતી ટ્રેનથી કૂદી ગયા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ.પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદે કહ્યુ કે આગ એક સિલેન્ડર વિસ્ફોટના કારણે લાગી, જ્યારે સવારે પ્રવાસીઓ નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા. અનેક લોકોએ ટ્રેનથી કૂદીને પોતાના જીવ બચાવ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ અને અધિકારીઓને ઘાયલોને સારી સારવાર પૂરી પાડવાના નિર્દેશ આપ્યા. તેઓએ પીડિત પરિવારો પ્રતિ પોતાની સંવેદના પણ વ્યક્ત કરી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને રાહત બચાવ ટીમે ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને ગંભીર રીતે દાઝી ગયેલા પ્રવાસીઓને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. આગના કારણે દાઝી ગયેલા પ્રવાસીઓમાં અનેક લોકોની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો,


બગદાદીને કેવી રીતે ઉતાર્યો મોતને ઘાટ? અમેરિકાએ Video જાહેર કર્યો
પાણીપુરી ખાઈ રહેલી મહિલાઓ સાથે બજાર વચ્ચે છેડતી, વિરોધ કરતાં ભાઈને ફટકાર્યો

First published: October 31, 2019, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading