Home /News /national-international /પાક.ના વિદેશ મંત્રીએ કહ્યું- કરતારપુર પર ઈમરાને 'ગુગલી' ફેંકી અને ફસાઈ ગયું ભારત

પાક.ના વિદેશ મંત્રીએ કહ્યું- કરતારપુર પર ઈમરાને 'ગુગલી' ફેંકી અને ફસાઈ ગયું ભારત

ઈમરાન ખાન અને શાહ મહમૂદ કુરૈશી (ફાઇલ ફોટો)

કરતારપુર કોરિડોરના શિલાન્યાસના 24 કલાકની અંદર જ પાકિસ્તાને પોતાનો અસલી ચહેરો છતો કર્યો

ઈસ્લામાબાદ: ઈમરાન સરકારના 100 દિવસ પૂરા થવાના અવસરે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે કરતારપુર ઇવેન્ટ મૂળે ઈમરાન ખાનની ગુગલી હતી. ખાસ વાત એ છે કે જ્યારે કુરેશી આ વાત કહી રહ્યા હતા ત્યારે ઈમરાન ખાન કાર્યક્રમમાં આગળ બેઠા તેમની વાત સાંભળી રહ્યા હતા. ઈમરાન ખાને ભલે કરતારપુર કોરિડોરના કાર્યક્રમમાં શાંતિ, દોસ્તી અને વિકાસની વાત કરી હતી પરંતુ 24 કલાકમાં જ તેમના મંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે પાકિસ્તાનની અસલી ઈચ્છા શું છે.

હસતાં-હસતાં પાક વિદેશ મંત્રીએ કહ્યું કે, તમે જોયું અને દુનિયાએ જોયું કે કાલે ઈમરાન ખાને કરતારપુરની ગુગલી ફેંકી અને તે ગુગલીનું પરિણામ એવું આવ્યું કે જે હિન્દુસ્તાન મળવાથી કતરાતું હતું તેણે બે મંત્રીઓને મોકલવા પડ્યા. તેઓ પાકિસ્તાન આવ્યા. ગુરુવારે ઈમરાન સરકારે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પોતાના શરૂઆતના 100 દિવસ પૂરા કરી દીધા. આ અવસરે કુરૈશીએ ક્રિકેટમાં વપરાતા ટર્મ ગુગલીનો ઉપયોગ કરતાં કહ્યું કે, ઈમરાને એક ગુગલી નાખી અને ભારતે બે મંત્રીઓને પાકિસ્તાન મોકલી દીધા.

આ પણ વાંચો, આર્મી ચીફની પાકિસ્તાને સ્પષ્ટ વાત: ભારત સાથે દોસ્તી કરવી હોય તો સેક્યૂલર બનો

કુરૈશીએ અફઘાનિસ્તાન બાદ ભારતને બીજું મહત્વપૂર્ણ પડોસી બતાવ્યું. તેમણે કહ્યું કે ઈમરાન ખાને પાક પીએમ બનતાં જ ભારતની સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો, પત્ર લખ્યો કે આવો સાથે મળીને વાત કરીએ. તેઓ (ભારતના પ્રતિનિધિ) ન્યૂ યોર્કમાં મળવા રાજી થયાં હતાં પરંતુ લાગે છે કે ત્યાંની (ભારત)નું રાજકારણ વચ્ચે આવી ગયું.
First published:

Tags: Imran Khan, Kartarpur Corridor, પાકિસ્તાન, ભારત

विज्ञापन