ન્યૂઝ18 ગુજરાતી : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત માટે તૈયાર છે. જોકે, ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ભારતે કહ્યું છે કે તે કોઈ પણ કિંમતે તેના પાયલટની મુક્તિ ઈચ્છી રહ્યું છે.
વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ માટે ભારતે પાકિસ્તાનની કોઈ પણ શરત માનવાનો ઇન્કાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન જો અમારી સામે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ રાખવાની તૈયારી કરી રહ્યું છે તો તે ખોટું છે. સૂત્રોનું કહેવું છે કે આ મામલે પાકિસ્તાને કંધાર જેવી પરિસ્થિતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ વિંગ કમાન્ડરને લઈને ભારત કોઈ જ સમાધાન નહીં કરે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે જો ભારતીય પાયલટને પરત આપી દેવાથી બંને દેશ વચ્ચે તણાવ ઓછો થાય છે તો પાકિસ્તાન આ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભારતના પીએ મોદી સાથે વાતચીત માટે તૈયાર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની આ ઓફરને ભારતે હાલ ઠુકરાવી દીધી છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન તેના પાયલટને સુરક્ષિત સોંપી દે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે વિંગ કમાન્ડર અભિનંદનને કોઈ શારીરિક નુકસાન પહોંચાડવામાં ન આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર