ભારતની હાર પર પાક PMએ કર્યો કટાક્ષ, તો પાકિસ્તાનીઓએ કહ્યું- દેશમાં ધ્યાન આપો
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે ટ્વિટ કરીને ભારતીય ટીમની હાર પર કટાક્ષ કર્યો હતો.
ટી20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ગુરુવારે ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતને ઈંગ્લેન્ડે હરાવ્યું હતું અને તેની સાથે જ ભારતની ટી20 વિશ્વ કપની મુસાફરી ખત્મ થઈ જશે. હવે ફાઈનલ 13 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે રમાશે.
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ગુરુવારે ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતને ઈંગ્લેન્ડે હરાવ્યું હતું અને તેની સાથે જ ભારતની ટી20 વિશ્વ કપની મુસાફરી ખત્મ થઈ જશે. હવે ફાઈનલ 13 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે રમાશે. જ્યારે ભારતની હાર પર પાકિસ્તાનના વડાપ્રઘાન શહબાજ શરીફે ટિપ્પણી કરી. જોકે શરીફની ટિપ્પણી તેમના માટે ત્યારે મુશ્કેલી બની ગઈ. જ્યારે ભારતીય ફેન્સે કમેન્ટ બોક્સમાં તેમના ક્લાસ લેવાનું શરૂ કર્યું.
વડાપ્રધાન શહબાઝ શરીફે ટ્વિટ કરીને લખ્યું કે રવિવારે 152/0 અને 170/0 વચ્ચે મુકાબલો થશે. ઉલ્લેખનીય છે કે ભારતને ટી 20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં એટલે કે ગુરુવારે ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હાર મળી છે. એવામાં ઈંગ્લેન્ડનો સ્કોર 170/0 રહશે. ઉલ્લેખનીય છે કે અગાઉના ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. તે સમયે પાકિસ્તાનનો સ્કોર 152/0 હતો.
પાકિસ્તાનના વડાપ્રધાનના આ પ્રકારના ટ્વિટનો ભારતીય યુઝર્સે જબરજસ્ત જવાબ આપ્યો હતો. કેટલાક યુઝર્સે ટ્વિટ કરીને લખ્યું કે તમે કોને સપોર્ટ કરશો, કારણ કે તમારા પૈસા તો ઈંગ્લેન્ડમાં જ રોકવામાં આવ્યા છે. કેટલાક ટ્વિટર યુઝર્સે સવાલ કર્યા કે તમે પાકિસ્તાનના વડાપ્રધાન છો કે પાકિસ્તાનના પ્રાઈમ કોમેડિયન?
આ સિવાય ભારતીય યુઝર્સે શહબાજ શરીફને 1971નું યુદ્ધ પણ યાદ કરાવી દીધું અને કહ્યું કે તમારો રેકોર્ડ તો 93000/0નો હતો. ભારતીય યુઝર્સ સિવાય પાકિસ્તાની યુઝર્સે પણ શહબાજ શરીફને ટ્રોલ કર્યા હતા. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે વર્લ્ડ કપ સિવાય દેશમાં ફોકસ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર