હાફિજ સઈદ અને દાઉદ પર બોલ્યા ઈમરાન ખાન: 'આપણે જૂની ભૂલોમાંથી શીખવું જોઈએ'

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (ફાઇલ ફોટો)

ઈમરાને કહ્યું, અમે ભારતમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી સુધી રાહ જોઈશું પરંતુ ત્યારબાદ ભારતને પણ પગલાં ભરવા પડશે

 • Share this:
  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે ફરી એકવાર અપીલ કરી કે બંને દેશોની વચ્ચે સંબંધો સુધારવાની દિશામાં ભારતને પણ પગલાં ભરવા પડશે. સીએનએન-ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, એકતરફી પ્રયાસો લાંબા સમય સુધી કારગર નથી હોતા. અમે ભારતમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી સુધી રાહ જોઈશું પરંતુ ત્યારબાદ ભારતને પણ પગલાં ભરવા પડશે.

  ઈમરાન ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિજ સઈદ હવે પાકિસ્તાનમાં જાહેરમાં કેમ ફરી રહ્યો છે તો તેમણે કહ્યું કે અમેરિકાએ હાફિજ સઈદ પર પ્રતિબંધ લગાવેલો છે. આ મામલો પહેલા જ કાયદાની સીમામાં છે અને આતંકની વિરુદ્ધ દેશમાં કડક નીતિ છે.

  બીજી તરફ, અંડરવર્લ્ડ ડોન અને ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને સંરક્ષણ આપવાન મામલે ઈમરાને કહ્યું કે, પહેલાના સમયમાં અનેક મુદ્દાઓ પર પગલાં નથી લેવામાં આવ્યા. આપણે ભૂતકાળમાં ન રહેવું જોઈએ, તેનાથી શીખવું જોઈએ.

  આ પણ વાંચો, સિદ્ધુની પાકિસ્તાનમાં લોકપ્રિયતા એટલી છે કે ચૂંટણી પણ જીતી જાય: ઇમરાન ખાન

  ઈમરાન ખાને કહ્યું કે, મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને વાત કરવામાં ખુશી થશે. ઈમરાન ખાને મુંબઈ હુમલાના ગુનેગારોને સજા આપવા પર કહ્યું કે, હાફિજ સઈદ પર સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધ લગાવ્યો છે. જમાત-ઉદ-દાવા પ્રમુખ પર પહેલાથી જ સકંજો કસાયેલો છે.

  ઈમરાન ખાને વધુમાં કહ્યું કે, પાકિસ્તાનની બહાર આતંકવાદ ફેલાવવા માટે મંજૂરી આપવી અમારા હિતમાં નથી. કાશ્મીર મુદ્દા પર તેઓએ કહ્યું કે કંઈ પણ અશક્ય નથી. પાકિસ્તાનના લોકો ભારતની સામે શાંતિ ઈચ્છે છે. અહીંના લોકોની માનસિક્તા બદલાઈ ચૂકી છે.

  કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન બુધવારે ઈમરાન ખાને કહ્યું હતું કે બંને દેશોની વચ્ચે કાશ્મીર એકમાત્ર મુદ્દો છે. જેની પર આપણે વાતચીત કરવી જોઈએ. તેઓએ કહ્યું કે, હું કોઈપણ મુદ્દે વાતચીત કરવા માટે સમગ્રપણે તૈયાર છું. તેની પર આપણે વાતચીત કરવી જોઈએ. સૈન્ય કાર્યવાહી આ મુદ્દાનું સમાધાન નથી.
  Published by:Mrunal Bhojak
  First published: